કાગવડ ખાતે યોજાયો ખોડલધામનો સાતમો પાટોત્સવ, નવા ટ્રસ્ટીઓની કરાઈ વરણી


  • Published By :
  • Published Date : 2023-01-21 12:51:01

રાજકોટના કાગવડ ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામની પ્રાણપ્રતિષ્ઠાના 6 વર્ષ પૂર્ણ થવાના આનંદમાં ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં પાટીદારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અનેક રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટી મંડળમાં નવા 51 ટ્રસ્ટીને ઉમેરવામાં આવ્યા છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના દીકરી અનાર પટેલનો સમાવેશ થાય છે. અનાર પટેલ ખોડલધામના ટ્રસ્ટી બની ગયા છે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજારોહણ

કાગવડ ખાતે ખોડલધામનો પાટોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ ધામે સાતમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. આ નિમીત્તે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખોડલધામ પહોંચ્યા હતા. માતાજીના દર્શન કર્યા બાદ મા ખોડલને ધજા ચડાવી હતી. 



 

મોટી સંખ્યામાં પાટીદારો રહ્યા ઉપસ્થિત

આ મહોત્સવમાં મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા જેમાં કેડીલા ગ્રુપના માલિક બિપિન પટેલ, કાળુભાઈ ઝાલાવાડિયા, નિરમા ગ્રુપના કરશન પટેલ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા. લેઉવા પાટીદારના કૂળદેવી ખોડલધામ ખાતે મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા. નરેશ પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે ખોડલધામ માત્ર મંદિર નહીં એક વિચાર છે. વિશ્વનું પહેલું એવું મંદિર છે કે જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે