શાહરૂખ ખાન અમેરિકામાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા, નાકની સર્જરી કરાવવી પડી


  • Published By :
  • Published Date : 2023-07-04 19:44:45

શાહરૂખ ખાનને લઈને મોટા સમાચાર આવ્યા છે.  તે શૂટિંગ દરમિયાન ખરાબ રીતે ઘાયલ થયા હતા, જેના કારણે તેમને સર્જરી કરાવવી પડી હતી. શાહરૂખ ખાન અમેરિકાના લોસ એન્જલસમાં શૂટિંગ કરી રહ્યા હતા, તે શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા. શાહરૂખને નાકમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું લોહી વહેતું બંધ કરવા માટે સર્જરી કરાવવી પડી હતી. અભિનેતાની તબિયત સારી છે અને તે ભારત પરત ફર્યા છે.


નાકની સર્જરી કરવામાં આવી


ડૉક્ટરોએ અભિનેતાની ટીમને જાણ કરી હતી છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી અને રક્તસ્ત્રાવ રોકવા માટે તેમના નાકની નાની સર્જરી કરાવવાની જરૂર પડી છે. મીડિયા રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "ઓપરેશન બાદ શાહરૂખને નાક પર પટ્ટી બાંધેલી જોવામાં આવી હતી અને હવે તે સ્વદેશમાં પાછો ફર્યો છે અને ઘરે આરામ કરી રહ્યા છે."



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.