NCP પ્રમુખ શરદ પવારના રાજીનામાના નિર્ણય મુદ્દે પ્રફુલ પટેલે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-03 20:24:22

શરદ પવારે NCP પ્રમુખ પદ છોડવાની જાહેરાત કરી ત્યારથી તેમને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો શરદ પવારને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન, એનસીપી પ્રમુખના પદ પર નિર્ણય લેવા માટે રચાયેલી પાર્ટીની સમિતિ પર, NCPના ઉપ પ્રમુખ પ્રફુલ્લ પટેલે કહ્યું કે જો તે સમિતિની બેઠક બોલાવવાની જરૂર પડશે, તો અમે તમને આવતીકાલે જણાવીશું. તેમણે એમ પણ કહ્યું કે હું  NCP અધ્યક્ષ પદનો દાવેદાર નથી. NCP અધ્યક્ષ બનવામાં મને કોઈ રસ નથી.


પાર્ટીમાં કોઈ જુથવાદ નથી- પ્રફુલ પટેલ


પ્રફુલ પટેલને જ્યારે પુછવામાં આવ્યું કે શું પાર્ટીના આંતરિક રાજકારણના કારણે શરદ પવારે રાજીનામું આપવાની જાહેરાત કરી છે? આ અંગે તેમણે જણાવ્યું કે પાર્ટી એકજુથ છે. પવાર સાહેબના સમર્થનમાં તમામ એક સાથે ઉભા છે. પાર્ટી એકજુથ જ રહેશે, હજુ સુધી કોઈ જુથ સામે આવ્યું નથી.


નવા અધ્યક્ષનો કોઈ સવાલ જ નથી


NCP ઉપાધ્યક્ષે કહ્યું કે જ્યાં સુધી શરદ પવારના રાજીનામા અંગે કોઈ આખરી નિર્ણય નથી આવી જતો ત્યા સુધી કોઈ બીજા અધ્યક્ષને લઈને કોઈ સવાલ જ નથી ઉઠતો. અંગત રીતે હું આ જવાબદારી માટે તૈયાર નથી. હું પહેલાથી જ પાર્ટીનો ઉપાધ્યક્ષ છું, આ ખુબ જ ગૌરવશાળી પદ છે. વળી મારા પર પહેલાથી જ ઘણી જવાબદારી છે. આ માટે મને પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ બનવામાં કોઈ રસ નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે