NCPની કોર કમિટીએ શરદ પવારનું રાજીનામું ફગાવ્યું, પાર્ટી પ્રમુખ તરીકે યથાવત રહેવાની કરી વિનંતી


  • Published By :
  • Published Date : 2023-05-05 13:45:07

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી  (NCP)ના પ્રમુખ પદેથી શરદ પવારનું રાજીનામું નામંજુર કરવામાં આવ્યું છે. મુંબઈમાં ચાલી રહેલી NCPની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે. NCPની કોર કમિટીએ શરદ પવારને પાર્ટીનું નેતૃત્વ યથાવત રાખવાની વિનંતી કરતો પ્રસ્તાવ રજુ કર્યો છે.  NCP નેતા પ્રફુલ્લ પટેલે પ્રસ્તાવ મૂક્યો છે. NCPની કોર કમિટીની બેઠકમાં સુપ્રિયા સુલે, અજીત પવાર, પ્રફુલ પટેલ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા છે.


NCP ઉપાધ્યક્ષે આપી જાણકારી


NCPના ઉપાધ્યક્ષ પ્રફુલ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને પાર્ટીના નિર્ણય અંગે જાણકારી આપી હતી.તેમણે કહ્યું કે શરદ પવારે 2 મેના રોજ અચાનક જ તેમના રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. તેમના આ નિર્ણય અમને પણ આશ્ચર્ય થયું હતું. જો કે આ જે અમે આ મુદ્દે બેઠક યોજીને પવાર સાહેબને વિનંતી કરી હતી કે તે તેમનો કાર્યકાળ પૂરો કરે. 


સર્વસંમતિથી રાજીનામું નામંજૂર


પ્રફુલ્લ પટેલે કહ્યું કે પવાર સાહેબે અમને જાણ કર્યા વિના જ નિર્ણય લઈ લીધો હતો. પક્ષના કાર્યકરો અને નેતાઓની તમામ માંગણીઓને ધ્યાનમાં લઈને આજે અમે બેઠક યોજી હતી અને સમિતિએ સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો. સમિતિ સર્વસંમતિથી આ રાજીનામું નામંજૂર કર્યું છે અને અમે તેમને પક્ષ પ્રમુખ તરીકે ચાલુ રહેવા અને તેમની ફરજો અને જવાબદારીઓ નિભાવવાની વિનંતી કરીએ છીએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે