75 વર્ષે શરદ યાદવે લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંંજલિ


  • Published By :
  • Published Date : 2023-01-13 11:20:24

જેડીયુના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન થયું છે. આ અંગેની માહિતી તેમની પુત્રીએ ટ્વિટ કરીને આપી હતી. 75 વર્ષે ગુરૂગ્રામની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. થોડા કલાકો બાદ તેમના નિધનના સમાચાર સામે આવ્યા. તેમના નિધનના સમાચાર આપતા તેમની પુત્રીએ લખ્યું કે પપ્પા નથી રહ્યા.


રાજકીય જગતમાં વ્યાપી શોકની લાગણી  

બિહારની રાજનીતિમાં શરદ યાદવ અલગ જ ઓળખ ઉભી કરી છે. નિતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવ બંનેની સાથે રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ખરાબ તબિયતને કારણે તેઓ રાજનીતિથી દુર થઈ ગયા હતા. તેમના નિધનના સમાચાર આવતા રાજનીતિ જગતમાં શોકની લાગણી પ્રવર્તી રહી છે. તેમના અંતિમ સંસ્કાર મધ્યપ્રદેશમાં કરવામાં આવશે. તેમના નિધનના સમાચાર સામે આવતા અનેક દિગ્ગજ નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે. 



અનેક દિગ્ગજ નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લખ્યું કે શરદ યાદવના નિધનના સમાચાર સાંભળી દુ:ખ થયું. લાંબા સમય સુધી તેઓ સાર્વજનિક જીવનમાં તેમણે પોતાને સાંસદ અને મંત્રીના રૂપમાં પ્રતિષ્ઠિત કર્યા.  બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિધનના સમાચાર સાંભળી ખુબ દુ:ખ થયું. શરદ યાદવ સાથે મારા ગહેરા સંબંધ હતા. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે. તે ઉપરાંત લાલુ યાદવ, રાષ્ટ્રપતિ, બિહારના ઉપમુખ્યમંત્રી સહિતના અનેક નેતાઓએ દુ:ખ વ્યક્ત કરી રહ્યા છે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.