શત્રુઘ્ન સિંહાએ PMને માર્યો ટોણો, "મારા મિત્ર પ્રધાનમંત્રી મોદીના સારા દિવસો પુરા થયા છે"


  • Published By :
  • Published Date : 2023-02-23 14:57:33

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપ સામે વિપક્ષો એકજુથ થવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે હજુ સુધી સંગઠીત થઈ શક્યા નથી. આ અંગે ટીએમસીના સાંસદ શત્રુઘ્ન સિંહાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે લાંબા સમયથી તે વાત સાંભળી રહ્યા છીએ કે આગામી નેતા કોણ હશે. જ્યારે નહેરૂ વડાપ્રધાન હતા ત્યારે લોકો આવા જ સવાલો કરતા હતા જો કે આ બાબતો પાયાવગરની છે. મહત્વની બાબત એ છે કે કોને પ્રધાનમંત્રી બનવાથી રોકવાના છે, તે અંગે સ્પષ્ટતા હોવી જોઈએ.


 મમતા બેનર્જીની કરી પ્રશંસા


અભિનેતામાંથી નેતા બનેલા શત્રુઘ્ન સિંહાએ તેમની પાર્ટી ટીએમસીના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી છે. તેમને એક કુશળ નેતા ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આગામી વર્ષે તે એક ગેમ ચેન્જર નેતા સાબિત થશે. 


PM મોદીને માર્યો ટોણો


શત્રુઘ્ન સિંહાએ બીજેપી નેતા અને પ્રધાનમંત્રી મોદી પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે એવું લાગે છે કે મારા મિત્ર પ્રધાનમંત્રી મોદીના સારા દિવસે પુરા થયા છે. તેમણે ભાજપ પર ટોણો માર્યો કે ભાજપ વન મેન શો અને ટૂ મેન આર્મી થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે શત્રુઘ્ન સિંહા ઘણા લાંબા સમય સુધી ભાજપા સાથે સંકળાયેલા રહ્યા હતા, તેઓ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચુક્યા છે. જો કે ચાર વર્ષ પહેલા તેમણે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે