બાંગ્લાદેશની ચૂંટણીમાં સતત પાંચમીવાર જીતી શેખ હસીના, 223 સીટો પર થયો વિજય, અટકળોનો અંત


  • Published By :
  • Published Date : 2024-01-08 14:36:06

બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં પ્રધાનમંત્રી શેખ હસીનાને તેમના પાંચમા કાર્યકાળ માટે જીત મળી છે. આ પરિણામોના કારણે સમગ્ર વિશ્વમાં આશ્ચર્ય સર્જાયું છે. નવેમ્બરની શરૂઆતમાં જ્યારે ઈલેક્શનની જાહેરાત થઈ હતી ત્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનપીએ  ચૂંટણીનો બહિષ્કારની ઘોષણા કરી હતી. આ જાહેરાત થઈ ત્યારથી જ શેખ હસિનાનું પીએમ બનવાનું નક્કી થઈ ગયું હતું. શેખ હસિનાની આવામી લીગ પાર્ટીને બે-તૃતિયાંશ બહુમતી મળી છે. જો કે ચૂંટણીની સૌથી રસપ્રદ બાબત એ છે કે શેખ હસિનાની પાર્ટી આવામી લીગ બાદ સૌથી વધુ અપક્ષ ઉમેદવારો ચૂંટણી જીત્યા છે. તમામ મોટા રાજકીય પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર  કરતા અપક્ષ ઉમેદવારોની જીત આસાન બની ગઈ હતી. શેખ હસીનાની પાર્ટી આવામી લીગને 223 સીટો મળી છે જ્યારે અપક્ષ ઉમેદવારોને 63 સીટ જીતી છે.  


ચૂંટણીમાં ડમી ઉમેદવારોની બોલબાલા


ચૂંટણી પંચના જણાવ્યા મુજબ દેશની સંસદમાં મુખ્ય વિપક્ષ જાતીય પાર્ટી છે, જેને 300માંથી 11 સીટ પર જીત મળી છે, જીતનારા ઉમેદવારો પહેલા આવામી લીગમાં જ હતા બાદમા પાર્ટીએ તેમને બરખાસ્ત કરતા તેમણે જાતીય પાર્ટીની રચના કરી હતી. આ ઉમેદવારો પણ આવામી લીગના ડમી ઉમેદવારો મનાય છે. આ ચૂંટણીમાં ડમી ઉમેદવારોની બોલબાલા રહી છે. દુનિયાને બતાવવા માટે આવામી લીગે આવા અનેક ડમી ઉમેદવારો ચૂંટણીમાં ઉભા રાખ્યા હોવાનું કહેવામાં આવે છે. 


બાંગ્લાદેશ ચૂંટણી પર દુનિયાની નજર


બાંગ્લાદેશ ચૂંટણીમાં કોની જીત થાય છે તેને લઈ વિશ્વની અગ્રણી સત્તાઓ મેદાને હતી. ભારત,ચીન,રશિયા વર્તમાન વડાપ્રધાન આવામી લીગના સમર્થનમાં હતા. જો કે અમેરિકા, પાકિસ્તાન સહિતના કેટલાક અરબ દેશો મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ને ટેકો આપ્યો હતો. અમેરિકાએ વર્તનમાન પીએમ પર દેશમાં લોકશાહી અને માનવાઅધિકાર હનનનો આરોપ લગાવ્યો હતો. જો કે ભારત સહિતના અન્ય દેશોએ અમેરિકાને બાંગ્લાદેશના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરવા કહ્યું હતું.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.