Shikhar Dhawan:પુત્ર જોરાવરના જન્મદિવસે ભાવુક થયા શિખર ધવન, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી આ ઈમોશનલ પોસ્ટ


  • Published By :
  • Published Date : 2023-12-26 22:52:36

ભારતીય ટીમમાંથી બહાર રહેલો ઓપનર શિખર ધવન પણ પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે. ધવન અને તેની પત્ની આયેશા મુખર્જીના છૂટાછેડા થઈ ગયા છે. જ્યારે આ મામલો કોર્ટમાં હતો ત્યારે તેની ખૂબ ચર્ચા થઈ હતી. ધવન અને આયેશાએ ઓક્ટોબરમાં છૂટાછેડા લીધા હતા. આજે ધવનના પુત્ર જોરાવરનો જન્મદિવસ છે. પોતાના પુત્રના જન્મદિવસના અવસર પર ધવને ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે મેં મારા દીકરાને જોયાને એક વર્ષ થઈ ગયું છે અને હવે લગભગ 3 મહિનાથી દરેક જગ્યાએથી મને બ્લોક કરી દેવામાં આવ્યો છે. શિખર ધવનની આ પોસ્ટ વાંચી તેના ચાહકો પણ ભાવુક થઈ ગયા હતા.


ધવન અને આયેશાના થયા છે છૂટાછેડા


ધવન અને આયેશા મુખર્જીના છૂટાછેડા થઈ ગયા છે. આ વર્ષે 4 ઓક્ટોબરે દિલ્હીની ફેમિલી કોર્ટે ધવનને આયેશા મુખર્જીથી છૂટાછેડા મંજૂર કર્યા હતા. કોર્ટે સ્વીકાર્યું કે આયેશાએ શિખરને માનસિક ત્રાસ આપતી હતી. જોકે, કોર્ટે પુત્રની કસ્ટડી અંગે કોઈ નિર્ણય આપ્યો ન હતો. કોર્ટે કહ્યું હતું કે, ધવન તેના પુત્ર સાથે ભારત અને ઓસ્ટ્રેલિયામાં જરૂરી સમય વિતાવી શકે છે, અને તેની સાથે વીડિયો કોલ પર વાત કરી શકે છે. પણ છેલ્લા એક વર્ષથી ધવને પોતાના દીકરાને જોયો નથી અને શિખર ધવનને શોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે જેના કારણે ધવન એક વર્ષથી એકના એક દીકરાને જોઈ શક્યો નથી...


ઈમોશનલ પોસ્ટમાં શિખર ધવને લખ્યું છે કે


'मुझे आखिरी बार तुम्हें देखे हुए अब एक साल हो चुका है। अब लगभग तीन महीने से मुझे हर जगह से ब्लॉक कर दिया गया है, इसलिए तुम्हारे जन्मदिन के खास मौके पर, वही पुरानी तस्वीर पोस्ट करके तुम्हें कहना चाहता हूं... मेरे बेटे तुम्हें जन्मदिन की हार्दिक शुभकामनाएं। भले ही सीधे जुड़ न पाऊं पर मैं टेलीपैथी से तुम्हारे साथ हमेशा जुड़ा रहता हूं। मुझे तुम पर बेहद गर्व है, और मुझे पता है कि तुम बहुत अच्छा कर रहे हो और बढ़िया इंसान बन रहे हो। पापा तुम्हें हमेशा याद करते हैं और तुमसे बहुत प्यार करते हैं। અને બીજું ઘણું બધુ લખ્યું હતું.


2012માં આયેશા સાથે થયા હતા લગ્ન


ધવને વર્ષ 2012માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. ઓસ્ટ્રેલિયન નાગરિક આયેશાનો જન્મ ભારતમાં થયો હતો. તેના પિતા ભારતીય છે અને માતા બ્રિટિશ મૂળની છે. શિખર કરતાં 10 વર્ષ મોટી આયેશા કિક બોક્સર છે અને તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભાગ લીધો છે. આયેશાના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાના એક બિઝનેસમેન સાથે થયા હતા. આ લગ્ન પછી આયેશાને બે દીકરીઓ આલિયા અને રિયા હતી. શિખરે આયેશાની દીકરીઓને દત્તક લીધી હતી. ધવનનો પરિવાર આયેશા સાથેના લગ્નની વિરુદ્ધ હતો. તે ઈચ્છતો ન હતો કે તે છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે જે તેના કરતા 10 વર્ષ મોટી હતી અને તેને બે દીકરીઓ હતી. જોકે બાદમાં પરિવારે આ સંબંધને મંજૂરી આપી હતી. 2012માં શીખ પરંપરાથી લગ્ન કર્યા હતા. શિખરના લગ્નમાં વિરાટ કોહલી સહિત અનેક ક્રિકેટરોએ ઉપસ્થિત રહ્યા હતા.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.