શિન્ઝો આબેનું રાજકીય અંતિમ સંસ્કાર.


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 17:11:13

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેનું આજે રાજકીય સન્માન સાથે સ્ટેટ ફ્યુનરલ ટોક્યોના નિપ્પોન બુડોકન કોમ્યુનિટી સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. અહી ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી સહિતના 700થી વધુ નેતાઓએ તેમને  શ્રદ્ધાંજલિ આપી હતી . શિન્ઝો આબેને 19 તોપોની સલામી પણ આપવામાં આવી હતી. આબેની 8 જુલાઈએ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ પછી 15 જુલાઈએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યૂ હતું. ભારતના વડાપ્રધાન મોદી સહિતના 217 જેટલા દેશના પ્રતિનિધિઑ ગઈકાલ રાતે એટલે 26 સપ્ટેમ્બર જાપાન પોહચી ગયા હતા .

 

8 જુલાઇએ થઈ હતી હત્યા.

 આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી. પછી 15 જુલાઈના રોજ પરિવારની હાજરીમાં શિન્ઝોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે આજે કરવામાં આવેલ સ્ટેટ ફ્યૂનરલ પ્રતીકાત્મક છે.

 

કોને આપી શ્રદ્ધાંજલિ ?

નેતાઓ તથા જાપાનના શાહી પરિવારએ આબેને શ્રદ્ધાંજલિ આપી હતી. કુડાન્ઝાકા પાર્ક ખાતે સામાન્ય લોકો પણ આબેને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શિન્ઝો આબેના અવશેષોના વિદાય સાથે સ્ટેટ ફ્યૂનરલ સેરેમનીનું સમાપન થયું હતુ.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .