ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, શિવસેના નામ અને મૂળ ચૂંટણી પ્રતીક ગુમાવ્યું


  • Published By :
  • Published Date : 2023-02-17 20:47:19

શિવસેનાના નામ અને પાર્ટીના પ્રતીક પરના અધિકારને લઈને છેલ્લા કેટલાક સમયથી ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે તંગદીલી ચાલી રહી છે. આ દરમિયાન ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે, ચૂંટણી પંચે મોટો નિર્ણય લેતા શિવસેનાનું નામ અને પક્ષનું ચિહ્ન ઉદ્ધવ ઠાકરે પાસેથી છીનવી લીધું છે. ચૂંટણી પંચે પક્ષનું નામ અને શિવસેનાનું પ્રતીક 'ધનુષ્ય-બાણ' એકનાથ શિંદે જૂથને સોંપી દીધું છે. અત્રે ઉલ્લેખનિય છે કે બંને જૂથો શિવસેનાના નામ અને ધનુષ અને તીરના મૂળ ચૂંટણી પ્રતીક પર દાવો કરી રહ્યા છે.


ઉધ્ધવ ઠાકરેને મોટો ઝટકો


કેન્દ્રીય ચૂંટણી પંચે શિવસેના પાર્ટીનું નામ અને ધનુષ્ય અને બાળનું પ્રતિક એકનાથ શિંદે જુથને સોંપી દેતા ઉધ્ધવ ઠાકરેને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. બાળ ઠાકરેએ સ્થાપેલી શિવસેના પાર્ટીના નામ અને પ્રતિક પરથી હવે ઠાકરે પરિવારનો કોઈ હક રહેશે નહીં. મહારાષ્ટ્રની રાજનિતીમાં ઉધ્ધવ ઠાકરેની રાજનિતીના વળતા પાણી કહીં શકાય.


બંને જુથને મળ્યા હતા બે અલગ પ્રતિક


શિવસેનાના નામ અને ધનુષ અને તીરના મૂળ ચૂંટણી પ્રતીક પર દાવો કરી રહ્યા હતા. તેથી આ સમગ્ર મામલો ચૂંટણી પંચમાં પહોંચ્યો હતો. મહારાષ્ટ્રમાં યોજાયેલી પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા બંને જૂથોને બે અલગ અલગ પ્રતિક ફાળવવામાં આવ્યા હતા. જેમાં શિંદે જૂથને બે તલવાર અને એક ઢાલ, ઉદ્ધવ જૂથને મશાલનું પ્રતિક આપવામાં આવ્યું હતું.


ઠાકરે જૂથે કર્યો વિરોધ


ચૂંટણી પંચના આ નિર્ણય બાદ શિવસેના (ઠાકરે જૂથ)ના સાંસદ સાંસદ સંજય રાઉતે ટ્વીટ કર્યું કે તેની સ્ક્રિપ્ટ તૈયાર હતી. દેશ સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યો છે. જોકે એવું કહેવામાં આવ્યું હતું કે પરિણામ અમારી તરફેણમાં આવશે. પરંતુ હવે એક ચમત્કાર થયો છે. લડતા રહો, સંજય રાઉતે કહ્યું કે ઉપરથી નીચે સુધી પાણીની જેમ કરોડો રૂપિયા વહાવી દેવામાં આવ્યા છે. અમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જનતા અમારી સાથે છે. પરંતુ અમે લોકોના દરબારમાં નવું પ્રતીક લઈને જઈશું અને શિવસેનાને  ફરી  ઉભી કરીને બતાવીશું, આ લોકશાહીની હત્યા છે. અમે કાયદાની લડાઈ પણ લડીશું. ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે, ચૂંટણી પંચ ભાજપનું એજન્ટ છે. ભાજપ માટે કામ કરે છે. હવે દેશની જનતાનો વિશ્વાસ જાગ્યો છે.


CM શિંદેએ નિર્ણયને આવકાર્યો


ચૂંટણી પંચના આ નિર્ણય બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે આ લોકશાહીની જીત છે. લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. આ સત્યની જીત છે. આ બાળાસાહેબના વિચારોની જીત છે. એકનાથ શિંદેએ કહ્યું કે આ લાખો કાર્યકરોની જીત છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે