ચૂંટણી પંચના નિર્ણય સામે ઉધ્ધવ ઠાકરે જુથે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા, કાલે સુનાવણી થશે


  • Published By :
  • Published Date : 2023-02-20 20:12:36

ચૂંટણી પંચના નિર્ણય બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રમાં પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓ સાથેની બેઠક બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમની પાસેથી બધું જ છીનવી લેવામાં આવ્યું છે. અમારી પાર્ટીનું નામ અને ચૂંટણી ચિન્હ છીનવી લેવામાં આવ્યું છે, પરંતુ ઠાકરે નામ છીનવી શકતા નથી. ચૂંટણી પંચના નિર્ણય સામે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છીએ, આવતીકાલથી સુનાવણી શરૂ થશે.


ઉધ્ધવ ઠાકરે જુથે સુપ્રીમમાં કરી અરજી


ઉદ્ધવ ઠાકરેના જૂથે સોમવારે (20 ફેબ્રુઆરી, 2023) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને પક્ષનું નામ 'શિવસેના' અને ચૂંટણી પ્રતીક ધનુષ અને તીર ફાળવવાના ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.


ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા ઉદ્ધવ ઠાકરે જૂથે કહ્યું કે ચૂંટણી પંચે અમારી દલીલોને સંપૂર્ણપણે અવગણી છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી. અરજીમાં જણાવ્યું છે. ECI દ્વારા આ મુદ્દા પર નિર્ણય લેવા માટે ખોટા માપદંડો અપનાવવામાં આવ્યા છે. જોકે, આ મામલે ક્યારે સુનાવણી થશે તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટતા નથી.


એકનાથ શિંદે જુથે કરી કેવિયેટ


ઉધ્ધવ ઠાકરે જુથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તો વિરોધી એકનાથ શિંદે જુથે પણ પણ એક કેવિયેટ દાખલ કરી દીધી છે.  આ કેવિયેટ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો ચૂંટણી પંચના નિર્ણયને ઉધ્ધવ જુથ પડકારે છે તો કોર્ટ તેમના વલણને પણ સાંભળે અને કોઈ એકપક્ષીય ચુકાદો ન આપે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે