Gondalમાં ક્ષત્રિય સમાજની બેઠક બાદ Padminiba Valaનું ચોંકાવનારું નિવેદન, સાંભળો નિવેદનોને


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-30 14:47:31

છેલ્લા ઘણા દિવસોથી પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે આપવામાં આવેલા નિવદેનને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ક્ષત્રિય સમાજ આ નિવેદનને કારણે રોષે ભરાયેલો છે. અનેક જગ્યાઓ પર બેઠકો કરવામાં આવી અને વિરોધ પણ કરવામાં આવ્યો. વિવાદ શાંત થવાને બદલે વધારે ઉગ્ર બની રહ્યો છે. વિવાદ શાંત કરવા માટે જયરાજસિંહ જાડેજા સામે આવ્યા હતા. ગઈકાલે ક્ષત્રિય સમાજની બેઠક ગણેશગઢમાં થઈ. આ કાર્યક્રમમાં પરષોત્તમ રૂપાલાએ ફરી માફી માગી. આ બેઠકમાં જયરાજસિંહે નિવેદન આપ્યું કે આ વિવાદનો હવે અંત આવ્યો છે જેનાથી ક્ષત્રિય સમાજના આગેવાનો સેહમત નથી કાર્યક્ર્મ પૂરો થયા બાદ આ મામલે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પ્રતિક્રિયા આપી છે. 

જયરાજસિંહ જાડેજાએ આપી પ્રતિક્રિયા 

ગઈકાલે ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી જ્યાં આગેવાનો અને પરષોત્તમ રૂપાલા બધા હાજર હતા. રૂપાલાએ ફરી માફી પણ માંગી. જયરાજસિંહ જાડેજાએ જાહેર મંચ પરથી એલાન કર્યું કે આ વિવાદનો હવે અંત આવ્યો છે. જેનાથી ક્ષત્રિય સમાજના આગેવાનો સહેમત નથી તેવું લાગે છે. કાર્યક્રમ પૂરો થયા બાદ આ મામલે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પ્રતિક્રિયા આપી જેમાં તે અસહેમત હોય તેવું દેખાઈ આવ્યું. 


કાર્યક્રમ બાદ સામે આવી પદ્મિની બાની પ્રતિક્રિયા  

પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે , જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે અહીંયાથી અંત છે. તો જયરાજભાઇ અહીંથી અંત નથી થતો. તમે એક ક્ષત્રિયના દીકરા છો અને અમે પણ ક્ષત્રિયની દીકરીઓ છીએ. અહીંયાથી અંત નથી ભાઈ. તમે કોને સપોર્ટ કર્યો થોડો એ વિચાર કરજો ભાઈ. બહેનોની ધરપકડ કરી છે તો રૂપાલાભાઇની ધરપકડ કેમ નથી કરતા? આજે રૂપાલાભાઈ વિરૂદ્ધ કેટલી ફરિયાદો નોંધાઈ છે. મારે મોદી સાહેબને પણ પૂછવું છે કે, જે રાજનીતિમાં હોય તે કોઇપણ ગુનો કરી શકે છે. તેમને છૂટ છે. 


રાજકીય રોટલા શેકવા તમે આ બધુ કરો છો - પદ્મિની બા

વધુમાં તેમણે કહ્યું કે મારા ક્ષત્રિય સમાજની બહેનોની ધરપકડ કરી છે. તે અમને માફક નથી આવ્યું. રાજકીય લેવલે આપણા સમાજના આટલા બધા બેઠાં બેઠાં લોકો જોતા હોય અને આપણા ક્ષત્રિય સમાજની બહેનોની એક સમાજ માટે થઈને ધરપકડ કરી હોય. તે તદ્દન રાષ્ટ્રીય લેવેલ જે પણ ક્ષત્રિય સમાજના ભાઇઓ છે તેમને શરમ આવી જોઇએ. કે તમે ત્યાં બેઠાં બેઠાં જોતા હતા અને આપણી બહેનો સમાજ માટે લડવા આવી છે અને એની આબરૂં માટે લડવા આવી છે તેની તમે ધરપકડ કરી અને તમે પોતાના રાજકીય રોટલા શેકવા અને એક ટીકીટ માટે તમે આ બધું બંધ કરો.  



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે