ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં શ્રી લક્ષ્મી-નારાયણ મંદિરમાં કરાઈ તોડફોડ, દિવાલો પર લખાયા પીએમ મોદી વિરૂદ્ધ નારા


  • Published By :
  • Published Date : 2023-03-04 14:52:51

ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો ખાલિસ્તાનો દ્વારા હુમલા થવાની ઘટના વારંવાર સામે આવતી રહે છે. ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે બ્રિસ્બેનમાં આવેલા શ્રી લક્ષ્મી નારાયણ મંદિર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. શ્રી લક્ષ્મી નારાયણ  મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. હુમલાની સાથે સાથે મંદિરની દિવાલો બહાર વિવાદિત સૂત્રો પણ લખ્યા હતા. મંદિરમાં હુમલા થવાની જાણકારી મળતા હિંદુઓ એકત્રિત થઈ ગયા હતા અને આ ઘટનાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.    


મંદિર પર હુમલો થવાની બની ચોથી ઘટના 

વિદેશથી હિંદુઓની લાગણીને ઠેસ પહોંચતી હોય તેવા અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. હિંદુ મંદિરો પર અનેક વખત હુમલા થઈ રહ્યા છે. છેલ્લા 2 મહિનામાં મંદિરો પર હુમલાની આ ચોથી ઘટના છે. આ વખતે બ્રિસ્બેનમાં આવેલા શ્રી લક્ષ્મી નારાયણ મંદિરને ખાલિસ્તાનીઓએ પોતાનું નિશાન બનાવ્યું છે. શનિવારે હુમલો કરવામાં આવ્યો હતો. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરમાં તોડફોડ કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. અજાણ્યા લોકોએ મંદિરની દિવાલો પર ભારતના વડાપ્રધાન મોદી વિરુદ્ધ સૂત્રો લખ્યા હતા. તે ઉપરાંત મંદિરમાં તોડફોડ પણ કરી હતી.    


મંદિરો પર હુમલો થતા હિંદુઓમાં જોવા મળ્યો રોષ 

સૌથી પહેલા 12 જાન્યુઆરીએ મેલબર્નમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર સૂત્રો લખાયા હતા. જે બાદ 18 જાન્યુઆરીએ મેલબર્નમાં શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ 23 જાન્યુઆરીએ મેલબર્નમાં આવેલા ઈસ્કોન મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જે બાદ આજે ફરી હિંદુ મંદિરમાં તોડફોડ થઈ હતી. અવાર-નવાર હિંદુ મંદિરોમાં હુમલા થવાને કારણે હિંદુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે