KKRના કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની વાપસી, IPL 2024 સીઝનમાં ટીમનું કરશે નેતૃત્વ


  • Published By :
  • Published Date : 2023-12-14 15:48:30

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે થનારા ઓક્શન પહેલા કોલકાતા નાઈટરાઈડર્સે મોટા સમાચાર આપ્યા છે. ફ્રેન્ચાઈઝીના સીઈઓ વેંકી મૈસુરે મોટી જાહેરાત કરી છે કે કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અને ઉપ કપ્તાનના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શ્રેયસ અય્યર આઈપીએલ 2024 માટે કેકેઆરના કેપ્ટન જ્યારે નીતીશ રાણા તેમના ડેપ્યુટી કેપ્ટન રહેશે.


શ્રેયસ ઐયરની KKRમાં વાપસી 


વેંકીએ જણાવ્યું કે વાસ્તવમાં દુર્ભાગ્યપૂર્ણ છે કે શ્રેયસ ઘાયલ થવાના કારણે આઈપીએલ 2023 રમવાથી ચૂકી ગયા હતા. અમને આનંદ છે કે હવે તે પાછા આવી ગયા છે અને કેપ્ટન તરીકે ટીમનું નેતૃત્વ કરશે. જે પ્રકારે તેમણે ઘાયલ થવાથી ઉગરવા માટે ઘણી મહેનત કરી છે, જે ફોર્મમાં તે છે તે તેમના નેતૃત્વનો પુરાવો છે.ઉલ્લેખનિય છે કે આઈપીએલ 2023 શરૂ થાય તે પહેલા જ શ્રેયસ અય્યર ઘાયલ થઈ ગયા હતા, અને તેમને સમગ્ર સીઝન માટે બહાર બેસવું પડ્યું હતું. તેમના સ્થાને ટીમનું નેતૃત્વ નીતીશ રાણાને સોંપવામાં આવી હતી.


શ્રેયસ અય્યરે શું કહ્યું?


શ્રેયસ ઐયરે ટીમમાં તેમની વાપસી અંગે કહ્યું કે ગત સીઝનમાં અમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. જેમાં ઘાયલ થવાથી મારૂ ટીમ માટે નહીં રમવાનું પણ સામેલ છે. નીતીશે ટીમ માટે શાનદાર નેતૃત્વ કર્યું હતું, મને આનંદ છે કે કેકેઆરે તેમને ઉપકપ્તાન બનાવ્યો છે. તેમાં કોઈ શંકા નથી કે આ નેતૃત્વ ટીમને વધુ મજબુત બનાવશે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .