આજથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ, લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર સજ્જ


  • Published By : Utpal Dave
  • Published Date : 2024-02-12 21:23:32

રાજ્ય અને દેશના લાખો માઈ ભક્તોની આખા વર્ષ દરમિયાન જેની કાગડોળે રાહ જોતા હોય છે તે અંબાજી ખાતે યોજાતા 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ થઈ ગયો છે. આજથી 12 ફેબ્રુઆરી થી 16 ફેબ્રુઆરી સુધી એમ 5 દિવસ સુધી લાખો શ્રધ્ધાળુઓ અંબાજીના ગબ્બરની પરિક્રમા કરશે. આસ્થાના કેન્દ્ર પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહા મેળા બાદ મિનિ મહા કુંભ સમાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાય છે. 


સાંસદ પરબતભાઈ પટેલે કરાવ્યો શુભારંભ


પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા માતાજીને દીપ પ્રગટાવી 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024'નો  શુભારંભ કરવામાં આવ્યો હતો. આદ્યશક્તિ મા અંબાનાં દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એકસાથે 51 શક્તિપીઠનાં દર્શનનો લાભ મળશે. આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા સાથે ઢોલ-નગરા વગાડી નૃત્ય કર્યાં હતા. આજે પ્રથમ દિવસે પાલકી યાત્રા અને શંખનાદ યાત્રા નીકળી હતી.  


5 દિવસ યોજાશે વિવિધ શોભાયાત્રા 


અંબાજીના ગબ્બર ખાતે આજથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયા બાદ સતત પાંચ દિવસ સુધી અલગ અલગ દિવસે અલગ અલગ શોભાયાત્રા યોજાશે. મહોત્સવના દરેક દિવસે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમ કે મહોત્સવના પ્રથમ દિવસે આજે 51 શક્તિપીઠની પાલખી યાત્રા અને શંખનાદ યાત્રાથી મહોત્સવની શરૂઆત થઈ છે. ત્યારે આવતીકાલે બીજા દિવસે પાદુકા યાત્રા અને ચામર યાત્રા, ત્રીજા દિવસે ધજા યાત્રા, ચોથા દિવસે મશાલ યાત્રા, ત્રિશૂળ યાત્રા અને જ્યોત યાત્રા તથા છેલ્લા દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ તથા સંસ્કૃતમાં અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વધુમાં આ મહોત્સવ દરમિયાન દરરોજ ભજન સત્સંગ, મહાઆરતી, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન તથા અંતિમ દિવસે દાતાઓ, યજમાનો તથા બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવશે. આજથી આનંદ ગરબા મંડળ દ્વારા 24 કલાકની અખંડ ધૂન પણ શરૂ કરાઈ છે. આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાંત્વની ત્રિવેદી હાજર રહેશે.


 શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર સજ્જ


આ 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજીના ગબ્બર ખાતે ઊમટી પડશે. આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેના માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. 


750 જેટલી બસો દોડાવવામાં આવશે


ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી એસ.ટી વિભાગની 750 જેટલી બસો આ કાર્યક્રમ દરમિયાન દોડાવવામાં આવી રહી છે. જેમાં ગામે ગામથી દર્શનાર્થીઓને અંબાજી પરિક્રમા મહોત્સવમાં લાવવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાની 375, પાટણ જિલ્લાની 70, મહેસાણા જિલ્લાની 80, ગાંધીનગર જિલ્લાની 70 અને સાબરકાંઠા જિલ્લાની 70 અને અરવલ્લી જિલ્લાની 30 અને અમદાવાદ જિલ્લાની 55 એમ કુલ 750 બસો આ કાર્યક્રમમાં દોડશે. અંબાજી એસટી ડેપોની પણ 30 જેટલી બસો આ સમયગાળા દરમિયાન દોડશે. જેમાં દાંતા તાલુકાના ગામે ગામના લોકો આ પરિક્રમા મહોત્સવનો લાભ લઈ શકે તે માટે 30 જેટલી બસો દોડાવાશે. ગબ્બર તળેટીથી આરટીઓ ચેકપોસ્ટ સુધીનો 3 કિ.મી.ના રસ્તા પર મીની બસો પણ દોડાવવામાં આવશે. પરિક્રમા મહોત્સવ દરમિયાન તમામ યાત્રિકોને નિઃશુલ્ક મુસાફરી કરાવવામાં આવશે.પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. બે દિવસ માટે ખેડૂતોએ કૂચને રોકી દીધી હતી ત્યારે આજે ફરીથી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. પોલીસ તેમજ ખેડૂતો વચ્ચે આજે ઘર્ષણ થઈ શકે છે.

રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા અમીન સાયાનીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. તેમના પુત્ર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આવતી કાલે તેમના અંતિમ સંસ્કાર થશે તેવી માહિતી સામે આવી છે.

એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે જેમાં પોલીસ કર્મી નશાની હાલતમાં જોવા મળે છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસકર્મી ગાડીની આગળની સિટ પર ઉંઘી રહ્યા છે અને તે નશાની હાલતમાં છે. અને પાછળની સીટ પરથી દારૂની બોટલ મૂકેલી દેખાય છે.

શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થયો હતો. કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારે ઠંડી જ્યારે વિદાય લઈ રહી છે ત્યારે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે.