કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈ સિદ્ધારમૈયાનો દાવો, કહ્યું 'અનેક ધારાસભ્યો મને મુખ્યમંત્રી બનાવા માગે છે'! મીટિંગ માટે દિલ્હી પહોંચ્યા!


  • Published By :
  • Published Date : 2023-05-15 16:41:09

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવાની છે. કોંગ્રેસને બહુમતી મળી છે. ત્યારે મુખ્યમંત્રી કોણ હશે તે અંગે કોંગ્રેસમાં વિચારણા ચાલી રહી છે. સીએમની રેસમાં હજી સુધી બે નામ ચર્ચામાં હતા. ડી.કે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે રેસ ચાલી રહી હતી. આ બધા વચ્ચે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અનેક ધારાસભ્યો તેમને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. 

 

મુખ્યમંત્રી બનવા અંગે સિદ્ધારમૈયાનું નિવદેન!

કોંગ્રેસમાં હાલ મનોમંથન ચાલી રહ્યું છે કે કર્ણાટકના મુખ્યમંત્રી કોને બનાવામાં આવે? અનેક બેઠકો કરવામાં આવી રહી છે. ધારાસભ્ય દળની બેઠકમાં પણ આ મામલે ચર્ચા થઈ હતી. સીએમના ચહેરા તરીકે બે લોકોના નામ ચર્ચામાં છે. ડી.કે.શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે કાંટાની ટક્કર થતી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આ અંગે નિર્ણય લેવાવાનો છે. આ બધા વચ્ચે  પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ દાવો કર્યો છે કે અનેક ધારાસભ્યો તેમને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. મહત્વનું છે કે ડી.કે શિવકુમાર પણ મુખ્યમંત્રીની રેસમાં આગળ ચાલી રહ્યા છે. 


સિદ્ધારમૈયાની રાજકીય સફર! 

જો સિદ્ધારમૈયાની વાત કરીએ તો તે કુરૂબા સમાજથી આવે છે. સિદ્ધારમૈયા પહેલા જેડીએસમાં હતા પરંતુ ત્યાંથી તેમને બર્ખાસ્ત કરવામાં આવ્યા હતા. તે વખતે રાજનીતિથી સન્યાસ લેવાની વાત તેમણે કરી હતી. પરંતુ 1983માં લોકદળની સીટ પરથી ચૂંટણી લડી હતી અને વિધાનસભા પહોંચ્યા હતા. તે બાદ પાંચ વખત ત્યાંથી તેમણે જીત હાંસલ કરી છે. 


 મલ્લિકાર્જુન ખડગે લેશે અંતિમ નિર્ણય!

મહત્વનું છે કે કર્ણાટકના મુખ્યમંત્રી કોણ હશે તે અંગે નિર્ણય લેવાયો નથી. અસમંજસ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બેઠકો ચાલી રહી છે. આ બધા વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સીએમ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અનેક ધારાસભ્યો તેમને સીએમ બનાવવા માગે છે. એવી માહિતી પણ સામે આવી હતી કે સિદ્ધારમૈયા અને ડી.કે શિવકુમાર વચ્ચે સંબંધો તંગ થઈ ગયા છે. એવું માનવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી અંગેની ઘોષણા આજે કરી દેવામાં આવશે. મહત્વનું છે કે મલ્લિકાર્જુન ખડગે આ વાતનો અંતિમ નિર્ણય લેવાના છે. હવે જોવાનું એ રહ્યું છે કોના નામ પર અંતિમ મોહર લાગે છે અને કોણ બને છે કર્ણાટકના સીએમ? સિદ્ધારમૈયા દિલ્હી પહોંચ્યા છે.          




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે