જૈસલમેરના આલિશાન પેલેસમાં સિદ્ધાર્થ અને કિયારા બંધાશે લગ્નના બંધનમાં, અનેક મહેમાનોને અપાયું છે આમંત્રણ


  • Published By :
  • Published Date : 2023-02-02 16:07:31

ફેબ્રુઆરી મહિનામાં વધુ એક સેલિબ્રિટી લગ્નના બંધનમાં બંધાવાના છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. રાજસ્થાનના જૈસલમેરમાં આવેલા એક પેલેસ ખાતે લગ્નનો ભવ્ય સમારોહ યોજાવાનો છે. લગ્નને લઈ અનેક વખત તેઓ સાથે જોવા મળતા હતા પરંતુ લગ્નને લઈ તેમણે કોઈ વાત  કરી ન હતી. પરંતુ સોશિયલ મીડિયા પર તેમના લગ્નને લઈ ચર્ચઓ ચાલી રહી છે. 

Sidharth Malhotra, Kiara Advani Wedding To Take Place In Rajasthan In  February Says Report | Sidharth Kiara Marriage: સિદ્ધાર્થ અને કિયારા આ  દિવસે કરશે લગ્ન, તારીખ અને સ્થળની માહિતી આવી સામે

લગ્નના બંધનમાં બંધાશે કિયારા અને સિદ્ધાર્થ! 

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક લોકો લગ્ન કરી રહ્યા છે. ત્યારે બોલિવુડના પાવરફુલ કપલ સાત ફેરા લેવાની છે. રાજસ્થાનના જૈસલમેરમાં આવેલા પેલેસ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે. તેમના લગ્નની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર 6 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવાના છે. મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગાડીઓ તેમજ રૂમો બુક કરવામાં આવ્યા છે. 


અલગ અલગ ક્ષેત્રોના લોકોને અપાયુ છે આમંત્રણ  

આ વિવાહ સમારોહમાં અનેક મોટી હસ્તીઓ મહેમાન બનવાના છે. જેમાં બોલિવુડથી લઈ અનેક ફિલ્ડના લોકોનો સમાવેશ થાય છે. અમિતાભ બચ્ચનથી લઈ શાહરુખ ખાન, કરણ જોહર સહિતના અનેક કલાકારો આ લગ્નમાં ભાગ લેવાના છે. તે સિવાય ઈશા અંબાણી સહિતના લોકો પણ આ લગ્નમાં ભાગ લેવાના છે. શાહિદ કપૂર અને મીરા રાજપૂત પણ સામેલ થવાના છે. તે સિવાય તેમના જૂના મિત્રો પણ સામેલ થવાના છે. મળતી માહિતી અનુસાર સિદ્ધાર્થ અને કિયારાના પ્રી-વેડિંગ ફન્શન ચાર અને પાંચ ફેબ્રુઆરીથી શરૂ થશે. જેસેલમેરમાં લગ્ન બાદ મુંબઈ ખાતે ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવશે.       




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .