SIPએ બનાવ્યો રેકોર્ડ, ઈક્વિટી ફંડમાં રોકાણ ત્રણ ગણું વધ્યું, આંકડો 13,573 કરોડને પાર


  • Published By :
  • Published Date : 2023-01-11 15:33:39

એક સમય હતો જ્યારે લોકો તેમની બચતની રકમની બેંકમાં એફ ડી કરાવતા હતા. જો કે હવે આજની પેઢી બેંકમાં એફડી કરાવાને બદલે મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરાવવાનું વધુ પસંદ કરે છે. આ જ કારણ છે કે દેશમાં દર વર્ષે SIP રોકાણ વધી રહ્યું છે. Association of Mutual Funds in India (AMFI)એ ડિસેમ્બર મહિના માટે જાહેર કરેલા ડેટા મુજબ SIP ઈન્ફ્લોનો આંકડો પહેલી વખત 13,500 કરોડને વટાવી ગયો છે. ઈક્વિટી ફંડ પ્રત્યે રોકાણકારોનો ભરોસો વધ્યો છે.


શેર બજાર તુટ્યું પણ SIP રોકાણ વધ્યું


રસપ્રદ બાબત એ છે કે ડિસેમ્બર મહિનામાં Niftyમાં ઘટાડો નોંધાયો છે તેમ છતાં ઈક્વિટી ફંડ રોકાણમાં ત્રણ ગણો ઉછાળો નોંધાયો છે. ઈક્વિટી ફંડ કેટેગરી હેઠળ 380 સ્કીમોમાં રોકાણ કરવામાં આવ્યું છે. આ સ્કીમોમાં કુલ 7,303 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ કેટેગરીમાં સૌથી વધું સ્મોલ કેપ ફંડોમાં 2,245 કરોડનું રોકાણ આવ્યું છે.  નબેમ્બરમાં ઈક્વિટી ફંડમાં કુલ 2,258 કરોડ રૂપિયાનો ઇનફ્લો આવ્યો હતો. જો કે ટોટલ એસેટ અંડર મેનેજમેન્ટ 40 લાખ કરોડથી થોડું ઓછું થયું છે. અને તેમાં નવેમ્બરની તુલનામાં 50 હજાર કરોડનો ઘટાડો નોંધાયો છે.   


શા માટે SIPમાં રોકાણ વધ્યું?


ડિસેમ્બર 2022માં SIP ખાતાઓમાં 7,85,102ની વૃધ્ધી થઈ છે. AMFIના CEO એન.એસ. વેંકટેશે કહ્યું, લોન્ગ ટર્મ લક્ષ્ય માટે ઈક્વિટી બજારોમાં SIP મારફતે રોકાણનું મહત્વ રિટેલ રોકાણકારોને સમજાઈ રહ્યું છે. રોકાણકારો તેમના લાંબાગાળાના આર્થિક લક્ષ્યો સિધ્ધ કરવા માટે SIP પર ભરોસો કરી રહ્યા છે, કારણ કે લાંબાગાળે SIP રોકાણમાં સારૂ રિટર્ન મળે છે. આ જ કારણ છે કે દેશભરના રોકાણકારો SIP તરફ આકર્ષાયા છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.