ક્રિતી સેનન અને ડાયરેક્ટના કિસ વિવાદ પર રામાયણ સિરીયલના સીતાજીએ આપી પ્રતિક્રિયા! સીતાજી વિશે દીપિકા ચીખલિયાએ કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-06-09 15:35:29

આદિપુરૂષ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે. ફિલ્મમાં પાત્ર નિભાવનાર કલાકારો સતત ચર્ચામાં આવી રહ્યા છે. ફિલ્મના રિલીઝ પહેલા ફિલ્મ હીટ જાય તે માટે કલાકારો ભગવાનના શરણે જતા હોય છે. ત્યારે ફિલ્મમાં સીતાનું પાત્ર નિભાવનાર ક્રિતી સેનન વિવાદમાં ફસાઈ છે. ટ્રેલર લોન્ચ થયા બાદ વેંકટેશ્વર મંદિરના દર્શને ક્રિતી સેનન અને ડિરેક્ટર ઓમ રાઉત ગયા હતા ત્યારે ઓમ રાઉતે ક્રિતી સેનને ગાલ પર કિસ કરી અને હગ કરી હતી. મંદિરમાં આ પ્રકારનું વર્તન કરતા મંદિરના પૂજારી તેમજ ધાર્મિક ગુરૂઓએ નારાજગી દર્શાવી હતી. ત્યારે આ મામલે રામાનંદ સાગરની રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દિપીકા ચીખલિયાએ પ્રતિક્રિયા આપી છે.


પાત્રની ગરિમા જાળવવી જરૂરી છે - દિપીકા ચીખલિયા

રામાયણના સિરીયલના સીતાજીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'ક્રિતીએ વિચારવું જોઈએ કે તે સીતાનું પાત્ર ભજવી રહી છે. તેઓ હજુ સુધી આ પાત્રના મહત્ત્વથી વાકેફ નથી. સીતાજી લોકો માટે લાગણી સમાન છે. તેથી જ આ ભૂમિકાની ગરિમા જાળવવી જરૂરી છે.' દીપિકાએ કહ્યું કે 'જ્યારે તેઓ રામાયણનું શૂટિંગ કરતાં હતાં, ત્યારે તેઓ એકબીજાને ગળે લગાવતાં પણ નહોતાં, સેટ પર કિસની વાત તો દૂરની છે.'       


ધર્મગુરૂઓએ દર્શાવી હતી નારાજગી!

ક્રિતી સેનને અનેક લોકો ટ્રોલ પણ કરી રહ્યા છે. મહત્વનું છે કે 16 જૂનના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે. ત્યારે મંગળવારે તિરૂપતિમાં ફિલ્મનું અંતિમ રિલીઝ થયું હતું. તે પહેલા પ્રભાસે તિરૂપતિ બાલાજીના દર્શન કર્યા હતા. ટ્રેલર રિલીઝ થયા બાદ ક્રિતી સેનન અને ફિલ્મ નિર્માતાઓ વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. ક્રિતી સેનન જ્યારે બહાર આવી રહી હતી તે દરમિયાન ઓમ રાઉતે કૃતિના ગાલ પર ચૂંબન કર્યું હતું. આ વાતનો લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. ધર્મગુરૂઓએ વીડિયો સામે આવતા પોતાની નારાજગી દર્શાવી છે. આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા પૂજારીએ કહ્યું કે આ નિંદનીય કૃત્ય છે. પતિ પત્ની પણ ત્યાં સાથે નથી જતા. તમારૂં વર્તન રામાયણ અને દેવી સીતાનું અપમાન કરવા જેવું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે