કફ સિરપ પીવાને કારણે વિશ્વ ભરમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ! WHOએ આપ્યા તપાસના આદેશ, વાંચો


  • Published By :
  • Published Date : 2023-06-21 10:34:46

આપણે અનેક વખત સાંભળ્યું છે કે કફ સિરપને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. જલ્દી સારા થઈ જઈએ તે માટે વપરાતી કફ સિરપ ઘાતક સાબિત થઈ રહી છે. કફ સિરપ પિવાના કારણે દુનિયાભરમાં 300 લોકોના મોત થયા છે, વિશ્વ આરોગ્ય સંસ્થાના ધ્યાનમાં આ વાત આવી તો તેણે તપાસના આદેશ આપ્યા, તપાસમાં મોટો ધડાકો થયો કારણ કે મૂળ જાણવા મળ્યું કે આ ઘાતક કફ સિરફ ભારત અને ઈન્ડોનેશિયામાં બની હતી. ટૂંકમાં ભારત અને ઈન્ડોનેશિયાની દવાના કારણે દુનિયાના 300 લોકોના મોત થઈ ગયા છે જે અતિ ગંભીર છે. આ ઘટના આપણી આરોગ્ય વિભાગ પર આંગળી ચીંધે છે.   


ખરાબ દવાઓને કારણે થયા 300 જેટલા લોકોના મોત! 

વિશ્વમાં કફ સિરપ, કફની દવાઓ, પેરાસિટામોલ અને વિટામિન્સ જેવી દવાઓથી 300 જેટલા લોકોના મોત થયા છે. આ બનાવો મામલે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ દવા ભારતમાં બની હતી. આ બધી જ દવાઓ હરિયાણા, નોઈડા અને પંજાબની દવા બનાવતી કંપનીમાં બની હતી. ગયા વર્ષે આફ્રિકાના ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં પંદર દવા બાબતે પણ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તમને ખબર હશે ગાંબિયામાં 88 મોત થઈ ગયા હતા જેને ભારતની દવા સાથે જોડવામાં આવ્યું હતું. ઈન્ડોનેશિયાના માઈક્રોનેશિયા અને માર્શલ આઈલેન્ડમાં પણ 200 લોકોના મોત થયા હતા. જુનમાં નાઈજિરિયન ડ્રગ કન્ટ્રોલે પણ પેરાસિટામોલ સિરપમાં અજીબ પ્રકારની વસ્તુ જોવા મળી હતી જેથી તેમણે અલર્ટ જાહેર કર્યું હતું.


વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપ્યા તપાસના આદેશ!

આ મામલે તપાસ કરવામાં આવી હતી, જાણવા એવું મળ્યું કે આ દવા મુંબઈની કંપનીએ બનાવી હતી. આવા મોતના બનાવો સતત બીજા દેશોમાંપણ જોવા મળતા વિશ્વ આરોગ્ય સંસ્થાએ અલર્ટ બહાર પાડ્યું અને તપાસ કરી કે આવું થઈ કેમ રહ્યું છે અને કયા દેશની દવાઓથી આવું થાય છે તે જાણવા નોટીસ બહાર પાડી. વિશ્વ આરોગ્ય સંસ્થાની તપાસમાં જાણવા મળ્યું કે આ સિરપમાંથી સાત સિરપ તો ભારતમાં બની છે. જો કે એ વાત અલગ છે કે ભારતની દવાના કારણે મો થયા છે એ સ્થાપિત નથી થયું. ભારતની દવા મામલે અલ્ટિમેટમ અપાયા બાદ આપણી આરોગ્ય સંસ્થા પણ સજાગ થઈ ગઈ કારણ કે આ તો આંતરરાષ્ટ્રીય ફજેતી થાય તેવી વાત કહી. ફજેતી તો દૂર લોકો મરી રહ્યા હતા જે ગંભીર વિષય હતો. તો જે દવાઓ બીજા દેશમાં મોકલવામાં આવે છે તેને જહાજમાં ચઢાવવા પહેલા એકવાર ચેક કરવાનો આદેશ અપાયો. 


બાળકો માટે ઘાતક સાબિત થતી કફ સિરપ!

વિગતવાર વાત કરીએ તો ગયા વર્ષે ગામ્બિયામાં 70 બાળકોના ઘાતક કફ સિરપના કારણે મોત થયા હતા, એ પછી ઉઝબેકિસ્તાનમાં ભારતની બે સિરપના કારણે 18 બાળકોને કિડનીની તકલીફ થઈ હતી. અને હવે ઈન્ડોનેશિયામાં 200 બાળકોને કિડની ફેલ થઈ હોવાના કારણે મોત થયાનો બનાવ સામે આવ્યો છે. આ બધી દવાઓ ભારતના હરિયાણા, પંજાબ અને નોયડામાં બની છે. આ વિષયની વાત આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એક મોત પણ બહુ ગંભીર ઘટના હોય છે અને વિશ્વમાં ખરાબ દવાઓના કારણે 300 લોકોના મોત થઈ ગયા છે. આ મામલે એક ચોક્કસ સિસ્ટમ ઉભી કરવી જોશે. જો નહીં થાય તો બોગસ કંપનીઓ આવી દવા બનાવતી રહેશે અને ભારત આવી જ રીતે બદનામ થતું રહેશે,



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે