થ્રી ઈડિયટસ ફિલ્મથી જાણીતા સોનમ વાંગચુકે -40 ડિગ્રીમાં ભૂખ હડતાળની કરી જાહેરાત, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-01-23 20:01:59

લદ્દાખના જાણીતા શિક્ષણકાર, સમાજ સુધારક અને જેમના જીવન પર ફિલ્મ થ્રી ઈડિયટ બની હતી તે સોનમ વાંગચુક લદ્દાખમાં ક્લાઈમેટ ચેન્જના મુદ્દે પાંચ દિવસના ઉપવાસ પર ઉતરશે. તેમણે વડાપ્રધાન મોદીને લદ્દાખના ગ્લેશિયર બચાવવા માટે અપીલ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, અહીં લગભગ બે તૃતીયાંશ ગ્લેશિયર લુપ્ત થવાને આરે છે. 


સોનમ વાંગચુકે ઉપવાસનું હથિયાર ઉગામ્યું


સોનમ વાંગચુકે એક વીડિયો જાહેર કરી -40 ડિગ્રી ટેમ્પરેચરવાળા ખાર્દુંગલામાં 26 જાન્યુઆરીથી પાંચ દિવસ સુધી ભૂખ હડતાળ કરવાની પણ ઘોષણા કરી હતી. લદ્દાખની પર્યાવરણ સહિતની વિવિધ સમસ્ચાઓના મુદ્દે PMનું ધ્યાન આકર્ષવા માટે તેમણે ઉપવાસનું આ હથિયાર ઉગામ્યું છે.  સોનમે આ ઉપવાસને ક્લાઈમેટ ફાસ્ટ ગણાવ્યું છે. આ વીડિયોમાં તેમણે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લદ્દાખ અંગે હાઈ લેવલ પર એક્શન લેવાની માગ કરી છે. તેમણે કહ્યું- પીએમ મોદીને મારી અપીલ છે કે, લદ્દાખ અને અન્ય હિમાલયન પ્રદેશોને ઓદ્યોગિક શોષણથી બચાવે કેમ કે, એ લદ્દાખના લોકોના જીવન પર અસર કરશે. તે ઉપરાંત વીડિયો તેમણે લદ્દાખની જનજાતિઓ, ઉદ્યોગો અને ગ્લેશિયરની સહિતની વિવિધ સમસ્યાઓ અંગે વાત કરી હતી. 


ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે- સોનમ વાંગચુક


સોનમ વાંગચુકે વીડિયોના માધ્યમથી સરકારને વિનંતી કરતા કહ્યું કે, લદ્દાખમાં બેદરકારી ચાલુ રહી, લદ્દાખને ઉદ્યોગોથી સુરક્ષા ન અપાઈ, તો અહીંના ગ્લેશિયર વિલુપ્ત થઈ જશે. કેમ કે ઉદ્યોગના કારણે અહીં પાણીની કમી ઉદ્ભવશે. લદ્દાખના લોકો પાંચ લિટર પ્રતિ દિવસ પ્રમાણે પાણીનો ઉપયોગ કરે છે. જો અહીં સેંકડો ઉદ્યોગ ઊભા થયા, માઈનિંગ થયું તો ધૂળ અને ધુમાડાથી ગ્લેશિયર ખતમ થઈ જશે. તેમણે પોતાના અંગે કહ્યું કે જો -40 ડિગ્રી ટેમ્પરેચરમાં હું જીવતો રહીશ તો લોકોને મળીશ. તે ઉપરાંત તેમણે કહ્યું કે  કાશ્મીર યુનિવર્સિટી અને અન્ય રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના તાજેતરના રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, જો લદ્દાખ પર ધ્યાન આપવામાં ન આવ્યું તો લેહ-લદ્દાખમાં બે તૃતીયાંશ ગ્લેશિયર સમાપ્ત થઈ જશે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.