મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે આવ્યો સોનિયા ગાંધીનો સંદેશ! હિંસા મુદ્દે ચર્ચા કરવા અમિત શાહે બોલાવી બેઠક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-22 13:02:01

મણિપુરની સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. ઘણો સમય વીતિ ગયા પરંતુ મણિપુરમાં હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. અનેક લોકોએ હિંસામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. દરરોજ ફાયરિંગ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી એક વખત ફાયરિંગ થયું હોય તેવી માહિતી સામે આવી છે. ગુરૂવારે સવારના સમયે ઈમ્ફાલના નોર્થ બોલઝાંદમાં અજાણ્યા વ્યક્તિઓ અને આસામ રાઈફલ્સ વચ્ચે ફાયરિંગ થયું હતું. તે પહેલા બુધવાર સાંજે પણ હિંસાની ઘટના સામે આવી હતી. વધતી હિંસાની પરિસ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 24 જૂનના રોજ દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

     


મણિપુરમાં ફરી બની ફાયરિંગની ઘટના!

છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં થતી હિંસાના સમાચારો આપણી સામે આવ્યા છે. હિંસા ભડકે અંદાજીત 50 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ ત્યાં ભડકેલી હિંસા હજી સુધી શાંત નથી થઈ. દિવસેને દિવસે હિંસા વધુ ભડકી રહી છે. બુધવારે પણ ત્યાંથી હિંસાના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે ગુરૂવારે પણ ત્યાં ફાયરિંગ થયા હોવાની ઘટના બની છે. અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા, સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. 


અમિત શાહે બોલાવી સર્વપક્ષીય બેઠક!

અમિત શાહે ભડકેલી હિંસાને લઈ બેઠક બોલાવી હતી ઉપરાંત ત્યાંની મુલાકાત પણ લીધી હતી. પરંતુ પરિસ્થિતિ જાણે ત્યાંની ત્યાં જ હોય તેવું લાગી રહ્યું છે. વધતી હિંસાને જોતા ફરી એક વખત અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી છે અને દિલ્હી ખાતે આ બેઠકનું આયોજન 24 જૂનના રોજ થશે. મહત્વનું છે કે પીએમ મોદી આ મામલે કોઈ પગલા લે અને ત્યાંની પરિસ્થિતિ અંગે વાકેફ થાય તે માટે મણિપુરના 9 બીજેપીના ધારાસભ્યોએ પીએમને ચિઠ્ઠી લખી હતી.  


સોનિયા ગાંધીએ વીડિયો દ્વારા આપી પ્રતિક્રિયા!

મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે ભાજપના નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં નથી આવી. પરંતુ કોંગ્રેસ દ્વારા અનેક વખત આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. પીએમ મોદી આ મામલે કેમ શાંત છે તેવા પ્રશ્નો અનેક વખત કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. ત્યારે આ મામલે સોનિયા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં તેમણે લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આ હિંસાએ આપણા રાષ્ટ્રના અંતરાત્મા પર ઊંડો ઘા કર્યો છે. આ હિંસાને કારણે મણિપુરના લોકોના જીવનનો નાશ કર્યો છે હજારો લોકો નિરાધાર બન્યા છે.       


શાળાઓમાં રજાઓ કરાઈ જાહેર!

3 મેથી શરૂ થયેલી આ હિંસાને કારણે રાજ્યને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. લોકો અસુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે. 4 મેથી શાળાઓ બંધ છે અને રજાઓને 1 જુલાઈ સુધી લંબાવામાં આવી છે. તે સિવાય ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભડકેલી હિંસાને શાંત કરવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ કોઈ પણ પ્રયાસ હિંસાને શાંત કરવામાં સફળ નથી થયા. દિવસેને દિવસે હિંસા ભડકી રહી છે.    



22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....