વસતી વધારવા South Koreaએ અપનાવ્યો આ રસ્તો! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-08 16:46:57

એક તરફ વિશ્વના અનેક દેશો છે જ્યાં પોપ્યુલેશન કેવી રીતે નિયંત્રણમાં લાવવું તે અંગે વિચારણા થઈ રહી છે. વધતી વસતી અનેક પડકારોને લઈને આવે છે. જનસંખ્યા કેવી રીતે વધતી રોકવી તે વિશે ચર્ચા કરવામાં આવી રહી છે. આપણે હંમેશા આવા સમાચારો વાંચતા હોઈએ છીએ, પરંતુ આજે વાત એક એવા દેશની કરવી છે જ્યાં સરકાર જ યુવાન-યુવતીઓ ડેટ કરવા માટે ક્રાર્યક્રમ ગોઠવે છે. જે દેશની અમે વાત કરી રહ્યા છીએ તે દેશ છે સાઉથ કોરિયા. આ એવો દેશ છે જ્યાં વસતી ઓછી હોવાને કારણે સરકારની ચિંતા વધી છે. લોકો લગ્ન કરી વસતી વધારે તે માટે સરકારે બ્લાઈન્ડ ડેટનું આયોજન કર્યું.     



દક્ષિણ કોરિયા એક એવો દેશ જ્યાં ઓછી વસતી ચિંતાનું કારણ છે

આજની જનરેશન એવી છે જે લગ્નથી દૂર ભાગી રહી છે. યુવાનોને લગ્ન કરવા નથી. યુવાનોને લગ્ન જફા જેવી લાગે છે. લગ્ન ન થવાને કારણે દેશની વસતી વધતી નથી. અનેક દેશો એવા છે જ્યાં વસતી વધારો મુશ્કેલી સર્જતી હોય છે, વસતીને નિયંત્રણમાં રાખવા પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે દક્ષિણ કોરિયા એક એવો દેશ જે ઓછી વસતી તે દેશની ચિંતાનું કારણ છે. લોકો લગ્ન કરવા પ્રેરાય તે માટે અનેક શહેરોની સરકાર દ્વારા મેચમેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ કોરિયામાં છેલ્લા ત્રણ વર્ષમાં ફર્ટિલિટી રેટ સૌથી ઓછો નોંધાયો હતો. 


લગ્ન પ્રત્યે યુવાનો પ્રોત્સાહિત થાય તે માટે કરાયું બ્લાઈન્ડ ડેટનું આયોજન 

યુવાનો લગ્ન પ્રત્યે આકર્ષાય તે માટે એક ડેટનું આયોજન કરવામાં આવ્યું. હોટલની રૂમમાં ગુલાબી ફૂગ્ગા લગાવવામાં આવ્યા હતા, રોમાન્ટિક ગીતો વાગતા હતા અને સિંગલ યુવાન યુવતીએ એક બીજાને મળી રહ્યા હતા. "દક્ષિણ કોરિયન સમાજમાં લગ્ન પ્રત્યે નકારાત્મક વલણ સતત ફેલાઈ રહ્યું છે," સિઓલની બાજુમાં આવેલા શહેર સિઓંગનામના મેયર શિન સાંગ-જિને જણાવ્યું હતું. આ એ જગ્યાના મેયર છે જ્યં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે "મને લાગે છે કે જે લોકો તેમના જીવનસાથી શોધવા માટે લગ્ન કરવા માગે છે તેમના માટે શરતો બનાવવાની સ્થાનિક સરકારોની ભૂમિકા છે." આ વખતે યોજાયેલી બ્લાઈન્ડ ડેટને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે, આ ઈવેન્ટમાં ભાગ લેવા 1000 જેટલા યુવાન-યુવતીઓ ઉત્સુક હતા. પરંતુ આ  મહિનામાં માત્ર 100 યુવાન યુવતીઓને ચાન્સ મળ્યો હતો.         




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે