નવા સીમાંકનને લઇને દક્ષિણના રાજ્યોમાં ખળભળાટ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-11 17:34:01

ગૃહ મંત્રી અમિત શાહ જયારે થોડા દિવસ પેહલા તમિલનાડુના કોઈમ્બતુરમાં BJP ઓફિસના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા ત્યારે તેમણે આ "નવા સીમાંકન" ને લઇને આ નિવેદન આપ્યું હતું . લોકસભા અને રાજ્યોની વિધાનસભાના ક્ષેત્રોમાં "નવા સીમાંકન"ને લઇને ભારતની રાજનીતિમાં ઉત્તરની વિરુદ્ધમાં દક્ષિણ થવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે .  એક તરફ દક્ષિણમાં તમિલનાડુ , કર્ણાટક , કેરળ , આંધ્ર પ્રદેશને ડર છે કે તેમની નવા સીમાંકનને લઇને સંસદના નીચલા ગૃહ લોકસભામાં બેઠકો ઓછી થઇ જશે અને રાજકીય રીતે તેમનો અવાજ દબાવી દેવામાં આવશે. તો બીજી તરફ ઉત્તરના રાજ્યોની લોકસભા અને  વિધાનસભાની બેઠકોમાં નોંધપાત્ર વધારો થશે .

Amit Shah - Wikipedia

તો શું છે આખો વિવાદ સમજીએ વિસ્તારથી. 

"સીમાંકન" આ શબ્દ હાલમાં ખુબ જ વિવાદમાં છે . આ શબ્દનો ઉલ્લેખ આપણા બંધારણમાં છે જેમાં કહેવામાં આવ્યું છે , વસ્તી ગણતરી પછી , વસ્તીના ફેરફારોના આધારે લોકસભા અને રાજ્યોની વિધાનસભાની બેઠકોની સંખ્યા નક્કી કરવામાં આવે. 

કેમ આપણા બંધારણના ઘડવૈયાઓએ "નવા સીમાંકન" ની જોગવાઈ કરી કેમ કે , તેમનો ઉદ્દેશ એ હતો , દરેક બેઠકમાં સરખી સંખ્યામાં મતદારો રહેતા હોવા જોઈએ .  

હવે વાત કરીએ કે , ભૂતકાળમાં ક્યારે ક્યારે નવા સીમાંકન થયા છે? 

તો ભૂતકાળમાં આઝાદી બાદ ૧૯૫૧ , ૧૯૬૧ અને ૧૯૭૧માં નવા સીમાંકન થયા છે . ૧૯૭૬ના વર્ષ સુધી વસ્તી ગણતરી બાદ દર દસ વર્ષે લોકસભામાં બેઠકોની સંખ્યા ,સંસદના ઉપલા ગૃહ રાજ્ય સભામાં બેઠકોની સંખ્યા અને રાજ્યોની વિધાનસભામાં બેઠકોની સંખ્યા નક્કી કરવામાં આવતી . 

દાખલા તરીકે , આપણા ગુજરાતમાં વિધાનસભાનું કુલ સંખ્યાબળ ૧૮૨ સદસ્યોનું છે તે છેલ્લે ૧૯૭૧ની વસ્તી ગણતરીના આધારે નક્કી થયું છે . 

ગુજરાત રાજ્યની સ્થાપના ૧૯૬૦માં થઇ ત્યારે આપણી વિધાનસભામાં કુલ બેઠકોની સંખ્યા ૧૫૪ હતી , ૧૯૬૬માં વધીને ૧૬૬ કરવામાં આવી અને છેલ્લે ૧૯૭૧માં ૧૮૨ થઇ . 

Gujarat Assembly session likely to begin next month | Gujarat Assembly  session likely to begin next month - Gujarat Samachar

૧૯૭૬માં ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં ૪૨મો બંધારણીય સુધારો કરવામાં આવે છે , જે અનુસાર લોકસભાની બેઠકોની સંખ્યા અને રાજ્યોની વિધાનસભાનું સંખ્યાબળ ૨૦૦૧ સુધી ટાળી દેવામાં આવે છે . આવું કરવા પાછળ એવો તર્ક અપાય છે કે , જે પણ રાજ્યોમાં વસ્તી વધારાનો જબરદસ્ત ગ્રોથ છે , તેમને કુટુંબ નિયોજનના કાર્યક્રમનો અમલ કરવા માટે સમય અપાય . 

Indira Gandhi - Wikipedia

ત્યારબાદ સમય આવે છે ૨૦૦૧ નો , કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં NDA સરકાર , બેઠકોની સરહદો બદલે છે પરંતુ ,દરેક રાજ્યમાં આવેલી લોકસભાની બેઠકો , રાજ્યોની વિધાનસભાની બેઠકોની કુલ સંખ્યામાં કોઈ પણ ફેરફાર નથી કરાતો . 

Mad Masters Atal Bihari Vajpayee Prime Minister India Painting Photo Frame  for Living Room, Bedroom, Home Decor and Wall Decoration (MM 2200, 8x12 ...

તો હાલમાં નવા સીમાંકનને લઇને દક્ષિણ રાજ્યોના પક્ષો શું તર્ક આપે છે? 

દક્ષિણ ભારતના રાજ્યોને ડર છે કે જો લેટેસ્ટ વસ્તી ગણતરી પ્રમાણે સીમાંકન થાય તો , તેમનું દેશની સંસદમાં પ્રભુત્વ ઘટી શકે છે.

સપ્ટેમ્બર , ૨૦૨૩માં DMK ના નેતા કનિમોઝીએ મહિલા અનામત બિલ પર ચર્ચા દરમ્યાન લોકસભામાં નિવેદન આપતા કહ્યું હતું કે , " જો નવું સીમાંકન  નવી વસ્તી ગણતરી પ્રમાણે થશે તો , દક્ષિણના રાજ્યોના પ્રતિનિધિત્વમાં  નોંધપાત્ર ઘટાડો થશે . આ ડર તમિલનાડુના લોકોમાં છે જેનાથી તેમનો અવાજ દબાવવામાં આવશે . " 

Kanimozhi - Wikipedia

આ પછી ગયા વર્ષે આંધ્ર પ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુએ પોતાના રાજ્યની ઘટતી જતી વસ્તી પર ચિંતા વ્યક્ત કરી હતી . 

N. Chandrababu Naidu - Wikipedia

આ નવા સીમાંકનને લઇને RSS એટલેકે , રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્ર "ઓર્ગેનાઈઝર" માં એક એડિટોરિયલ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે , " ક્ષેત્રીય અસમાનતા એ ભવિષ્યમાં ખુબ જ મહત્વનો પ્રશ્ન થવાનો છે , જે નવા સીમાંકનને અસર કરી શકે છે . પશ્ચિમ અને દક્ષિણના રાજ્યો વસ્તી નિયમનના કામમાં ખુબ સફળ રહ્યા છે જેના લીધે સંસદમાં આ રાજ્યોનું પ્રતિનિધિત્વ ઓછું થઇ શકે છે . "

RSS changes display picture of its social media handles to tricolour ahead  of I-Day 

હવે આ નવા સીમાંકનને લઇને કેન્દ્ર સરકારનું વલણ સ્પષ્ટ છે કે ,  દક્ષિણના રાજ્યોની એક પણ સીટ ઓછી નઈ થાય . પણ દક્ષિણના રાજ્યોની દલીલ એ છે કે , અમારી સીટો તો નયી જ વધે અને વધશે તો પણ નજીવી વધશે . 

આ કારણે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્તાલિને માર્ચની ૨૨ તારીખના રોજ ચેન્નાઈમાં જોઈન્ટ એક્શન કમિટીની મિટિંગ રાખી છે જેમાં ૭ રાજ્યોના મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું છે જેમાં બીજેપી શાસિત રાજ્યના ઓડિશાના  મુખ્યમંત્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે . આ ૭ રાજ્યોમાં કેરળ , તેલંગણા , આંધ્રપ્રદેશ , પશ્ચિમ બંગાળ , ઓડિશા , કર્ણાટક અને બધા જ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે . 

અહીં એક વસ્તુ ચોક્કસ છે , આવતા વર્ષે ૨૦૨૬માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તેને લઇને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન નોર્થની વિરુદ્ધમાં સાઉથ કરવા માંગે છે . 

M. K. Stalin - Wikipedia

એક અંદાજ પ્રમાણે જો નવું સીમાંકન થયું તો , ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડની સીટો  ૨૫૦  સુધી વધી શકે છે , જયારે બિહાર અને ઝારખંડની ૮૨ સીટો સુધી વધી શકે છે . 

વાત કરીએ તમિલનાડુની તો હાલની ત્યાં લોકસભાની બેઠકોની સંખ્યા ૩૯ થી વધીને માત્ર ૭૬ થઇ શકે છે . 

હાલમાં નવી  સંસદમાં લોકસભાની ૯૦૦ સીટો જેટલી સીટો બનાવેલી છે . તેમાં પણ નોંધપાત્ર વધારો થઇ શકે છે. 

તો આ નવા સીમાંકનને લઇને તમારા શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો . 

જો તમે અમને યૂટ્યૂબ પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો .



In India, marriage is considered a sacred institution, in which love, trust and dedication are expected. Incidents like the one that have happened recently have changed the very definition of this sacred bond. Cases of brutal murder of husbands by wives have shocked the society. Cases like Pragati, Muskan, Aftab and similar incidents that have happened in the last few years have raised a big question mark and also on the entire system because every person, be it a man or a woman, is in fear of whether to get married or not. Even memes have become like that.

લોકતાંત્રિક દેશના કોઇપણ ખૂણામાં ભાષા અને ભાષાકીય જૂથ સંગઠન પોતાને સર્વસર્વા માની નાગરિકો સાથે મનમાની કરી જાય તો કાયદો અને વ્યવસ્થા શું મુકપ્રક્ષક બનીને રહશે !

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાં બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે . આ પ્રતિનિધિ મંડળ ૨જી એપ્રિલથી ભારત પર જે ટેરિફ લગાવવામાં આવશે તેની પર ચર્ચા કરશે . જોઈએ કે આ વાટાઘાટોથી કેટલો ફર્ક પડે છે . જો અમેરિકાએ ૨જી એપ્રિલથી ટેરિફ લગાવ્યા તો ભારતને લગભગ ૫ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે .

સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.