અવકાશમાં અટવાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માર્ચ મહિનામાં 19મી તારીખે પૃથ્વી પર પરત ફરશે


  • Published By : Admin
  • Published Date : 2025-02-26 20:41:48



એક સપ્તાહ માટે અવકાશમાં ગયેલા સુનિતા વિલિયમ્સ અને તેના સાથી અવકાશયાત્રી બુચ વિલ્મોર ક્યારે પૃથ્વી પર પરત આવશે તેની સૌ કોઈ પ્રતિક્ષા કરી રહ્યું છે એ બધાની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માર્ચ મહિનામાં પૃથ્વી પર પરત ફરે તેના માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. 


અમેરિકાના અને મૂળ ભારતીય અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બુચ વિલ્મોર બંને 2025ની 19મી માર્ચે પૃથ્વી પર પરત ફરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાની ટેલિવિઝન ન્યુઝ ચેનલ CNN સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી થયેલી વાતચીત પ્રમાણે બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હું અને વિલ્મોર અમારા બંનેની પૃથ્વી પર પરત આવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. અમેરિકાના બિઝસનેસ મેન એલન મસ્કની સ્પેસ એક્સનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ વર્ષ 2025ની 12મી માર્ચે પૃથ્વી પરથી રવાના થશે અને ત્યારબાદ એક સપ્તાહ એટલે કે 19મી માર્ચ તે એ જ ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા અમે બંને પૃથ્વી પર સહી સલામત પરત ફરીશું. બોઈંગ સ્ટારલાઈનરમાં આવેલી ખામીના કારણે આઠ મહિના કરતા વધુ સમયથી બંને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે .


બુચ વિલ્મોરે CNNને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સ્પેસએક્સનું ક્રૂ-10 મિશન 12 માર્ચે પૃથ્વી પરથી લોન્ચ થશે અને છ મહિનાના મિશન માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સાથે ડોક કરશે. હાલમાં સુનિતા વિલિયમ્સ અવકાશ પ્રયોગશાળાના કમાન્ડર છે અને તેમનું કામ નવા અવકાશ સ્ટેશન કમાન્ડરને સોંપવામાં આવશે. આ ટ્રાન્સફર એક અઠવાડિયાની અંદર થશે, ત્યારબાદ બંને અવકાશયાત્રીઓ ડ્રેગન અવકાશયાનમાં સવાર થશે જે તેમને પૃથ્વી પર પાછા લાવશે. તે 19 માર્ચે ડ્રેગન અવકાશયાનમાં પૃથ્વી પર પાછા ફરશે.



શું છે ડ્રેગન કેપ્સૂલ?

એલન મસ્કની કંપની SpaceX ની ડ્રેગન ક્રૂ કેપ્સૂલને બનાવ્યા પછી તેને 46 વાર અવકાશમાં લોન્ચ કરવામાં આવી ચુકી છે. ડ્રેગન ક્રૂ કેપ્સૂલ 42 વાર આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની યાત્રા કરી ચુકી છે. તેમાં એક વખતમાં સાત અંતરિક્ષ યાત્રી બેસી શકે છે. દુનિયાનું આ પહેલું ખાનગી અંતરિક્ષ યાન છે, જે સતત અંતરિક્ષ સ્ટેશન પર એસ્ટ્રોનૉટ અને સામાન લઈને અવર-જવર કરે છે. સામાન્ય રીતે તેમાં બે થી ચાર અંતરિક્ષ યાત્રી બેસી શકે છે. ઈમરજન્સીમાં સાત યાત્રી બેસી શકે છે. 




સુનિતા વિલિયમ્સ ઘણા સમયથી અવકાશમાં હોવાથી તેમના માટે જમીન પર ઉતરવું એટલું સહેલું નહીં રહે. તેઓ આઠ મહિનાથી અવકાશમાં રહેતા હતા અને તેમના માટે હવે જમીન પર ખૂબ જ ફિઝિકલ ચેલેન્જ જોવા મળશે. સુનિતા વિલિયમ્સ કહે છે, ‘અમારા માટે ગ્રેવિટી સાથે એડજસ્ટ થવું થોડું મુશ્કેલ રહેશે. અમારા માટે એ રોજે-રોજની પ્રક્રિયા રહેશે જ્યાં અમારે આપણા શરીરના દરેક મસલ્સને ફરી કામ કરતાં કરવા પડશે.’



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે