ભારત, અમેરિકા, રશિયા, જાપાન, ઈઝરાયેલ... ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કબજો કરવા માટે હોડ શા માટે મચી છે? જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-08-24 13:28:19

ભારતના ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિગ કરીને ઈતિહાસ રચ્યો છે. ભારતની ઉપલબ્ધીને ઐતિહાસિક ગણવામાં આવી રહી છે. ભારતની આ સિધ્ધી અનોખી એટલા માટે છે કારણ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિગ કરાવવું તે ખૂબ જ મુશ્કેલ છે,  ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનારો ભારત વિશ્વમાં એક માત્ર દેશ છે. જ્યારે ચંદ્રના કોઈપણ ભાગમાં યાન ઉતારનાર ભારત ચોથો દેશ બની ગયો છે. આ પહેલાં માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે. જો કે આ ક્ષણે આપણે તે પણ સમજવું જોઈએ કે દુનિયાના તમામ અગ્રણી દેશો તેમના યાનને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ શા માટે લેન્ડિગ કરાવવા માંગે છે? ચાલો આજે આપણે સમજીએ કે માનવજાત માટે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ કેટલો મહત્વનો છે. 


ચંદ્રના ઘણા અજાણ્યા રહસ્યો ખુલશે


ભારતનું ચંદ્રયાન-3નું લેન્ડિંગ સફળ રહેતા હવે નિયાને ચંદ્ર વિશેના ઘણા અજાણ્યા રહસ્યો વિશે જાણકારી મળી શકે છે. ચંદ્રના આ ક્ષેત્રમાં બરફના રૂપમાં પાણીની શોધ થઈ ચૂકી છે. તેને ચંદ્રના સૌથી મૂલ્યવાન સંસાધન તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. દરમિયાન, વિશ્વભરના દેશો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતપોતાના અવકાશયાન મોકલવામાં વ્યસ્ત છે. અમેરિકા, રશિયા, ભારત, ઈઝરાયેલ અને જાપાને અત્યાર સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતપોતાના અવકાશયાન મોકલ્યા છે, પરંતુ કોઈ સફળતાપૂર્વક ઉતરાણ કરી શક્યું નથી.


ચંદ્ર પર છે હાઈડ્રોજનનો અખૂટ જથ્થો


ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રહેલા જ્વાળામુખીય કાંચના નાના-નાના મોતીઓની અંદર હાઈડ્રોજન મળી આવ્યો છે. વર્ષ 2008માં બ્રાઉન યુનિવર્સિટીના સંસોધકોએ નવી ટેકનોલોજીની સાથે ચાંદ પરથી લાવવામાં આવેલા તે સેમ્પલોનું નિરિક્ષણ કર્યું ત્યારે તેમને હાઈડ્રોજન અંગેની જાણકારી મળી હતી. તે જ પ્રમાણે વર્ષ 1960ના દાયકામાં અમેરિકાના અપોલો લેન્ડિગ પહેલા વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે ચંદ્રની ધરતી પર પાણી હોઈ શકે છે. વર્ષ 1960થી 1970ના દાયકા સુધી અપોલો ક્રૂ દ્વારા એનાલિસિસ માટે મોકલવામાં આવેલા સેમ્પલો સુકા હોવાનું જણાયું હતું.


ચંદ્રયાન-1 એ ચંદ્ર પર પાણી શોધ્યું હતું


વર્ષ 2009 માં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના ચંદ્રયાન-1 અને નાસાના એક ઉપકરણે ચંદ્રની સપાટી પર પાણી શોધી કાઢ્યું હતું. તે જ વર્ષે, નાસાના બીજા અવકાશયાને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સપાટીની નીચે બરફ શોધી કાઢ્યો હતો. વર્ષ 1998 માં નાસાના અગાઉના મિશન લુનર પ્રોસ્પેક્ટરને પુરાવા મળ્યા હતા કે પાણીના બરફની સૌથી વધુ સાંદ્રતા (ભેજ) દક્ષિણ ધ્રુવના પડછાયાવાળા ખાડાઓમાં હતી.


વિશ્વ ચંદ્ર પર પાણી શા માટે મેળવવા માંગે છે?


વૈજ્ઞાનિકો પ્રાચીનકાળના પાણીના બરફની તપાસ કરવા માંગે છે, કારણ કે તેઓ ચંદ્રના જ્વાળામુખી, ધૂમકેતુઓ અને એસ્ટરોઇડ્સથી ધરતી પર પહોંચેલી સામગ્રી અને મહાસાગરોના ઉત્પત્તીનો ભેદ ઉકેલી શકે છે. જો પાણીનો બરફ પૂરતા પ્રમાણમાં હોય તો તે ચંદ્રની શોધ માટે પીવાના પાણીનો સ્ત્રોત બની શકે છે અને સાધનોને ઠંડુ રાખવામાં મદદ કરી શકે છે. તે બળતણ (ઈંધણ) માટે હાઇડ્રોજન અને શ્વાસ લેવા માટે ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે પણ તોડી શકાય છે. એટલું જ નહીં, ચંદ્ર પર હાજર આ બરફ મંગળ પર માનવ અભિયાનો અને ચંદ્ર પર ખાણકામ( ઉત્ખનન) મિશનમાં પણ મદદ કરી શકે છે.


ચંદ્ર પર ઉત્ખનન પર કોઈ પ્રતિબંધ નથી


વર્ષ 1967ની યુનાઈટેડ નેશન્સ આઉટર સ્પેસ ટ્રીટી કોઈ પણ દેશને ચંદ્રની માલિકીનો દાવો કરવા માટે પ્રતિબંધિત કરે છે. પરંતુ એવી કોઈ જોગવાઈ નથી કે જેનાથી વ્યાપારી કામગીરી બંધ થઈ જાય. અમેરિકા દ્વારા ચંદ્રના સંસાધનોના સંશોધન અને ઉપયોગ માટેના સિદ્ધાંતો નક્કી કરવા માટે તૈયાર કરાયેલ આર્ટેમિસ કરાર પર 27 દેશોએ હસ્તાક્ષર કર્યા છે, જોકે રશિયા અને ચીન આ કરારમાંથી બાકાત છે.


ચંદ્ર પર કબજા વિશે શું રશિયાએ કહ્યું?


રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસના વડા યુરી બોરીસોવે કહ્યું છે કે ચંદ્રના સંસાધનોની શોધ અને માઇનિંગની રેસ શરૂ થઈ ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે ચંદ્ર સંશોધન માટે પ્રતિબદ્ધ રહેવું રશિયાના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય હિતમાં છે. તે માત્ર દેશની પ્રતિષ્ઠા અને કેટલાક ભૌગોલિક રાજકીય લક્ષ્યોની સિદ્ધિની વાત નથી. તે રક્ષણાત્મક ક્ષમતાઓને સુનિશ્ચિત કરવા અને તકનીકી સાર્વભૌમત્વ પ્રાપ્ત કરવા અંગે પણ છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.