શ્રીલંકા બન્યુ એશિયા કપનું ચેમ્પિયન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 10:42:08

શ્રીલંકા બન્યુ એશિયા કપનું ચેમ્પિયન:ટીમે ફાઈનલમાં પાકિસ્તાનને 23 રને હરાવ્યું, મદુશને 4 અને હસરંગાએ 3 વિકેટ ઝડપી


UAEમાં રમાયેલા એશિયા કપમાં શ્રીલંકા ચેમ્પિયન બન્યુ છે. શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતુ. આ સાથે જ શ્રીલંકા છઠ્ઠીવાર એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. શ્રીલંકાની જીતના હીરો ભાનુકા રાજપક્ષા, વાનિન્દુ હસરંગા, પ્રમોદ મદુશન રહ્યા હતા. 171 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રમોદ મદુશને 4 વિકેટ, તો હસરંગાએ 3 વિકેટ લીધી હતી. મોહમ્મદ રિઝવાને 55 રન બનાવ્યા હતા.


એશિયા કપના ફાઈનલ મેચની હાઈલાઈટ્સ

Image

  • શ્રીલંકાએ પાકિસ્તાનને ફાઈનલમાં હરાવીને છઠ્ઠી વખત એશિયા કપનું ચેમ્પિયન બન્યુ હતુ.

  • શ્રીલંકા તરફથી સૌથી સફળ બોલર પ્રમોદ મદુશન રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 34 રન દઈને 4 વિકેટ ઝડપી હતી.

  • વાનિન્દુ હસરંગાએ એક જ ઓવરમાં 3 વિકેટ ઝડપીને પાકિસ્તાનને બેકફૂટ પર લાવી દીધુ હતુ.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે શ્રીલંકાની જીતની ઉજવણી કરવા માટે શ્રીલંકાનો ધ્વજ લહેરાવ્યો હતો
  • મોહમ્મદ રિઝવાને 112.24ની સ્ટ્રાઈક રેટથી 49 બોલમાં 55 રન બનાવ્યા હતા. તે આ એશિયા કપમાં હાઈએસ્ટ રન સ્કોરર બની ગયો છે.

  • પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. તે 5 રને આઉટ થયો હતો

  • શ્રીલંકા તરફથી ભાનુકા રાજપક્ષાએ શાનદાર 45 બોલમાં 71 રન ફટકાર્યા હતા. તેણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા.

    Image

  • હસરંગાએ 21 બોલમાં 36 રન બનાવ્યા હતા.

  • રાજપક્ષા અને હસરંગા વચ્ચે 58 રનની મહત્વની પાર્ટનરશિપ થઈ હતી.

  • પાકિસ્તાન તરફથી સૌથી સફળ બોલર હારિસ રઉફ રહ્યો હતો. તેણે 4 ઓવરમાં 29 રન દઈને 3 વિકેટ લીધી હતી.

  • એશિયા કપ વિજેતા શ્રીલંકાની ટીમે જીતની ઉજવણી કરી 



96 બેઠકો માટે મતદાન થયું હતું અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. પાંચ વાગ્યા સુધી સામે આવેલા આંકડાની વાત કરીએ તો 62.31 ટકા સરેરાશ મતદાન નોંધાયું છે.. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું છે જ્યારે જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

માતાના પ્રેમને આપણે શબ્દોથી ના તોલી શકીએ.. શબ્દોમાં આપણે તેના પ્રેમનું વર્ણન ના કરી શકીએ.. બાળક દુખી હોય ત્યારે બાળક કરતા પણ વધારે કોઈ દુખી હોય તો તે મા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના...

એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.

આજે ચોથા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. પહેલું, બીજું અને ત્રીજા ચરણ માટે મતદાન થઈ ગયું છે ત્યારે આજે 96 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... 10 રાજ્યોની 96 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરના એક વાગ્યા સુધી 40.32 સરેરાશ મતદાન થયું છે.