4 દિવસમાં 1961 પોઈન્ટ ઘટ્યો સેન્સેક્સ, 15 લાખ કરોડ ડુબ્યા, સરકારી બેંક શેર 10% ટકા તુટ્યા


  • Published By :
  • Published Date : 2022-12-23 19:40:11

કોરોનાના વધતા કેસ અને વ્યાજ દરોમાં વૃધ્ધીના ભયથી આજે શેરબજારમાં હાહાકાર મચ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સ 1961 પોઈન્ટ તુટી ચુક્યો છે. આજે તે લગભગ 1000 પોઈન્ટ તુટી ગયો છે. આ ચાર દિન દિવસોમાં બિએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને  14.86 લાખ કરોડ ઘટી ગયું છે. સૌથી વધુ કડાકો સરકારી બેંકિંગ શરોમાં બોલાયો હતો. આજે બિએસઈ સેન્સેક્સ 980.93ના ઘટાડા સાથે 59,845.29 પર બંધ રહ્યો છે. ત્યાજ જ એનએસઈનો નિફ્ટી 320.55ના ઘટાડા સાથે 17,806.80 પર બંધ રહ્યો હતો.


શા માટે તુટ્યું શેરબજાર?


ભારતીય શેરબજારમાં કડાકા પાછળ કોરોનાની નવી લહેર છે. રોકાણકારો ચીનમાં વધી રહેલા સંક્રમણથી ભયભીત બન્યા છે. બ્લુમબર્ગનો રિપોર્ટ છે કે ચીનમાં દરરોજ 10 લાખ કોરોના કેસ અને પાંચ હજાર લોકોનો મોત થઈ શકે છે. માર્કેટમાં કડાકા માટેનું બીજુ મોટું કારણ અમેરિકામાં ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં આક્રમક વધારાની ચિંતા છે. અમેરિકા સહિત વિશ્વના અન્ય દેશોના શેર બજારો પણ સતત તુટી રહ્યા છે જેની અસર ભારતીય શેર પર થઈ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે