વંદે ભારત ટ્રેન પર ફરી વખત થયો પથ્થરમારો, હુમલામાં ડબ્બાના કાચને પહોંચ્યુું નુકસાન


  • Published By :
  • Published Date : 2023-01-09 14:35:04

30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં  વંદે ભારતને લીલી ઝંડી બતાવી હતી. ટ્રેનની સુવિધા શરૂ થવાના થોડા દિવસો બાદ જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પહેલી જાન્યુઆરીના રોજ ટ્રેન પથ્થરમારાનો શિકાર બની હતી. ટ્રેન પર કરવામાં આવેલા હુમલામાં કોચના કાચ તૂટી ગયા હતા. 24 કલાકમાં બીજી વખત વંદેભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફરી એક વખત ટ્રેનના સી-14 ડબ્બા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને લઈ તપાસ કરવામાં આવી રહી છે.


આજથી ગાંધીનગર-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનો  પ્રારંભ | Commencement of Vande Bharat train between Gandhinagar Mumbai  Central from today


ટ્રેન પર ત્રીજી વખત થયો હુમલો 

દેશના અનેક રાજ્યોમાં વંદે ભારત ટ્રેનની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ આ ટ્રેનની સુવિધા ચાલી રહી છે. ત્યારે થોડા સમય પહેલા પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં આ સેવાની શરૂઆત કરી હતી. પરંતુ ટ્રેનની શરૂઆત થયાના એક-બે દિવસ બાદ જ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેને કારણે ટ્રેનને નુકસાન પહોંચ્યું હતું. 24 કલાકની અંદર ટ્રેન પર બીજી વખત પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ટ્રેનના કાચ તૂટી ગયા હતા. આ ઘટનાને કારણે ટ્રેનને બોલપુર સ્ટેશન પર થોડા સમય માટે રોકવી પડી હતી. 

વંદે ભારત ટ્રેન અકસ્માતમાં ભેંસના માલિક સામે થઇ ફરિયાદ | Vande Matram  Express Accident: FIR Lodged Against Buffalo Owner

ગુજરાતમાં ચાલતી વંદે ભારત ટ્રેનને પણ નડ્યો છે અકસ્માત 

પથ્થરમારો થવાને કારણે ટ્રેનને નુકસાન પહોંચતું હોય છે. આજે ફરી એક વખત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પહેલી અને બીજી જાન્યુઆરીએ તો હુમલો થયો હતો પરંતુ ફરી એક વખત આજે ટ્રેન પર નિશાન સાધવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ જે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે તે પણ અનેક વખત અકસ્માતનો શિકાર બની ચૂકી છે. અનેક વખત ટ્રેક પર રખડતા પશુ આવી જતા ટ્રેનને નુકસાન પહોંચ્યું છે.    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.