વિદ્યાર્થીઓ હવેથી માતૃભાષામાં કરી શકશે મેડિકલ, એન્જિનિયરિંગ, MBA-MCAનો અભ્યાસ


  • Published By :
  • Published Date : 2022-10-29 18:14:36

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા ગુજરાત સરકારે શિક્ષણ મુદ્દાને લઈ મોટી જાહેરાત કરી છે. રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે રાજ્ય સરકારે એન્જિનિયરિંગ અને મેડિકલ,ફાર્મસી જેવા વિવિધ કોર્ષ માતૃભાષામાં ભણાવવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની ભાષામાં અભ્યાસ કરી શકે તે માટે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 

Gujarat government will recruit 3300 Vidya Sahayak, priority will be given  to Tet pass candidates: Jitu Vaghani | Gujarat government will recruit 3300  Vidya Sahayak, priority will be given to Tet pass

માતૃભાષામાં વિદ્યાર્થીઓ કરી શક્શે અભ્યાસ - જીતુ વાઘાણી

આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં શિક્ષણ મુદ્દાને લઈ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જીતુ વાઘાણીએ કહ્યું કે હમણાં જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે માતૃભાષામાં વિદ્યાર્થીને ભણાવામાં આવે તેવી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આજની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે માતૃભાષામાં સમજીને ભણવું એનાથી અનેક કુશળતા અને ક્ષમતાઓ બહાર આવતી હોય છે. 


ગુજરાતીમાં તૈયાર કરાશે પાઠ્યપુસ્તકો 

વધુમાં તેમણે કહ્યું કે આજના યુવાનો સરળતાથી જ્ઞાન મેળવીને સ્પર્ધામાં ઉભો રહી શકતો નથી. એના માટે રાજ્ય સરકારે એક નિર્ણય કર્યો છે.  જે અંતર્ગત એન્જિનિયરિંગ, મેડિકલ અને ફાર્મસી MBA-MCAમાં હવેથી માતૃભાષામાં અભ્યાસ થઈ શકશે. તેમણે કહ્યું કે, તમામ પાઠ્યપુસ્તકોનું સાહિત્ય ગુજરાતીમાં તૈયાર કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવશે. રાજ્ય સરકારે ગત બજેટમાં અમારા વિભાગમાં 50 લાખની ફાળવણી એન્જિનિયરિંગ પુસ્તકોના ગુજરાતીમાં ભાષાંતર માટે કરી હતી. GTU દ્વારા એને કામગીરી સોંપવામાં આવી છે.     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે