સુદાનમાં ફસાયેલા વધુ 229 ભારતીયોને સ્વદેશ પરત લવાયા, અત્યાર સુધી 1954 લોકોની થઈ વતન વાપસી


  • Published By :
  • Published Date : 2023-04-30 17:28:51

ભારત હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને નિકાળવા માટે પોતાનું ઓપરેશન કાવેરી ચલાવી રહ્યું છે. તે ઓપરેશન હેઠળ રવિવારે વધુ 229 લોકોને સુરક્ષીત લાવવામાં આવ્યા છે. આ લોકોને બેંગલુરૂ લાવવામાં આવ્યા હતા. આ પહેલા એટલે કે શનિવારે વધુ 365 લોકોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. 


જેદ્દાહથી ભારતથી લવાયા 


વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું હતું કે ઓપરેશન કાવેરી હેઠળ 28 એપ્રિલે 229 લોકોને બેંગલુરૂ લાવવામાં આવ્યા હતા. અને શુક્રવારે 754 લોકોને બે ભાગમાં ભારત લાવવામાં આવ્યા હતા. સત્તાવારા આંકડા પ્રમાણે અત્યાર સુધી 1,954 લોકોને સ્વદેશ લાવવામાં આવી ચુક્યા છે.  ભારતીય શરણાર્થીઓને સાઉદીના જેદ્દાહ શહેર લઈ જવામાં આવી રહ્યા છે. જ્યાથી તેમને સ્વદેશ લાવવામાં આવે છે. કુલ 360 લોકોને પહેલા સમુહમાં એક પ્રાઈવેટ વિમાન દ્વારા  દિલ્હી લાવવામાં આવ્યા હતા.બીજા જથ્થામાં 246 લોકોને સી-17 ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા હતા.



ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.

જમાવટની ટીમે સુરતમાં બનેલી ઘટનાને લઈ તેમજ નિલેશ કુંભાણીને લઈ આપ નેતા ગોપાલ ઈટાલિયા સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે હર્ષ સંઘવી પ્રયાસો કરી રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો બીજી તરફ હર્ષ સંઘવી બેઠકો કરી રહ્યા છે.