Dangal Filmમાં નાની બબિતાનો રોલ નિભાવનાર Suhani bhatnagarનું 19 વર્ષે થયું નિધન, ફિલ્મ જગતમાં વ્યાપી ઉઠ્યો શોક....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-17 16:30:52

થોડા વર્ષો પહેલા દંગલ ફિલ્મ આવી હતી જે કુસ્તીબાજના જીવન પર આધારીત હતી. આમિર ખાનની ફિલ્મમાં આમિર ખાનની નાની દીકરીનો રોલ નીભાવનાર 19 વર્ષીય સુહાની ભટનાગરનું બિમારી બાદ નિધન થઈ ગયું છે. 19 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દેતા બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. શનિવારે સુહાની ભટનાગરે અંતિમ શ્વાસ લીધા હતા. એવી માહિતી સામે આવી છે કે ખોટી ટ્રીટમેન્ટ થવાને કારણે તેમનું નિધન થયું છે. સુહાનીએ દંગલ ફિલ્મમાં નાની બબીતાનો રોલ નિભાવ્યો હતો.  

19 વર્ષે સુહાનીએ દુનિયાએ કહી દીધું અલવિદા!

ફિલ્મ જગતથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. 19 વર્ષની ઉંમરે એક્ટ્રેસે દુનિયાને અલવિદા કહી દીધી છે. એવી માહિતી સામે આવી છે કે ખોટી સારવાર મળવાને કારણે તેમનું નિધન થયું છે. ઘણા સમયથી દિલ્હીની હોસ્પિટલમાં તે સારવાર લઈ રહ્યા હતા. એવી માહિતી સામે આવી છે કે તેમના અંતિમ સંસ્કાર ફરીદાબાદમાં કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલા સુહાનીમાં પગમાં ફેક્ચર થયું હતું. તેની સારવાર માટે તે દવાઓ લઈ રહી હતી. તે દવાઓની સાઈડ ઈફેક્ટ થઈ જેને કારણે શરીરમાં પ્રવાહી પદાર્થ જમા થઈ ગયું હતું જેને કારણે તેનું નિધન થઈ ગયું.


દંગલ ફિલ્મમાં થયા હતા સુહાનીના અભિનયના વખાણ!

નાની ઉંમરે સુહાની ભટનાગરનું નિધન થઈ જતા બોલિવુડ જગતમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. વર્ષ 2016માં સુહાની ભટનાગરે ફિલ્મ 'દંગલ' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આમાં તેણે આમિર ખાન સાથે સ્ક્રીન શેર કરી હતી. પ્રેક્ષકોએ ગીતા અને બબીતાના પાત્રો ભજવતા બંને બાળ કલાકારોના અભિનયના વખાણ કર્યા હતા પરંતુ ભણતરને કારણે તે ફિલ્મ ઈન્ડસ્ટીથી દૂર રહ્યા હતા. દંગલ ફિલ્મમાં આમિર ખાન, સાક્ષિ તનવર, જાયરા વસીમ જેવા કલાકારો હતા. 



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.