જેલમાં બંધ મહાઠગ સુકેશ પાસેથી મળી 1.5 લાખની ચપ્પલ અને 80 હજારની જીન્સ


  • Published By :
  • Published Date : 2023-02-23 14:13:19

મહાઠગ સુકેશ ચંદ્રશેખર રૂ. 200 કરોડની ઠગાઈ અને છેંતરપિંડીના કેસમાં છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે. જો કે જેલમાં પણ તેની લાઈફસ્ટાઈલમાં કોઈ ફરક પડ્યો નથી.જેલ અધિકારીઓએ અચાનક જ તેની સેલમાં રેડ પાડતા સુકેશની બધી પોલ ખુલી ગઈ છે. તેના સેલમાંથી દોઢ લાખ રૂપિયાના ચપ્પલ અને 80 હજારની બે જિન્સ સહિત અનેક લક્ઝરી ચીજો જપ્ત કરી છે. જેલના જ કર્મચારીઓની રહેમ નજર હેઠળ આ ગોરખધંધા ચાલતા હતા.


લક્ઝુરિયસ બ્રાન્ડની વસ્તુઓ મળી


પોલીસ અધિકારી દીપક શર્મા અને જયસિંહ જ્યારે સીઆરપીએફ સાથે સુકેશના સેલમાં પહોંચ્યા તો સુકેશ સ્તબ્ધ થઈ ગયો. વીડિયોમાં તેના સેલમાં ઘણી બધી સામગ્રી જોવા મળી હતી. દરોડામાં પોલીસને સુકેશના સેલમાંથી વિવિધ મોટી લક્ઝુરિયસ બ્રાન્ડનો સામાન મળી આવ્યો છે, તેને જોઈને અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેની પાસેથી 1.5 લાખ રૂપિયાના ગૂચી ચપ્પલ અને 80 હજાર રૂપિયાની કિંમતના બે જીન્સ મળી આવ્યા છે. દરોડા દરમિયાન સુકેશ રડવા લાગ્યો હતો.


સુકેશ પર શું આરોપ છે?


મહાઠગ સુકેશ ચંદ્રશેખરને ખંડણી અને મની લોન્ડરિંગના અન્ય એક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નવ દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. ED દ્વારા દાખલ કરાયેલ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (ECIR) માં તેની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય છે. તેના પર માલવિંદર સિંહની પત્ની જપના સિંહ સાથે 3.5 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાનો આરોપ છે. ફરિયાદી અનુસાર, ચંદ્રશેખરે વરિષ્ઠ સરકારી અધિકારી તરીકે જપના એમ. સિંહને બોલાવીને તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા. પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે તેને 9 દિવસના ED રિમાન્ડ પર મોકલી દીધો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે