સની દેઓલના બંગલાની હરાજી રદ, જયરામ રમેશનો ટોણો 24 કલાકમાં ક્યાંથી આવ્યું 'technical reasons'?


  • Published By :
  • Published Date : 2023-08-21 14:11:02

બોલિવુડ એભિનેતા અને પંજાબના ગુરૂદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલના જુહૂ સ્થિત બંગલાની નીલામીની નોટિસ બેંક ઓફ બરોડાએ 24 કલાકમાં જ પાછી ખેંચી લીધી છે. બેંકએ સોમવારે સોમવારે અખબારોમાં આવેલા સમાચારનું ખંડન કર્યું છે. બેંકે જણાવ્યું છે કે આ નોટિસ ટેકનિકલ કારણોથી પાછી ખેંચી લેવામાં આવી છે. સની દેઓલની પ્રોપર્ટીની નીલામી નહીં થાય. આ પહેલા રવિવારે પબ્લિશ થયેલી નોટિસ મુજબ સની દેઓલે 56 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જેની તેણે ચુકવણી કરી નથી. લોન ન ચુકવવા પર 25 સપ્ટેમ્બરના રોજ બંગલાની નિલામી તારીખ પણ આપી દીધી હતી. બેંકએ સની દેઓલ પાસેથી લોન રિકવરીની નોટિસની જાહેરાત છપાવી હતી. જેમાં સનીના ગેરન્ટર તરીકે પિતા ધર્મેન્દ્રનું પણ નામ લખ્યું હતું.


કોંગ્રેસના નેતા જયરામ રમેશે માર્યો ટોણો


કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, 'ગઈકાલે બપોરે દેશને ખબર પડી કે બેંક ઓફ બરોડાએ બીજેપી સાંસદ સની દેઓલના જુહુ સ્થિત નિવાસસ્થાનને ઈ-ઓક્શન માટે મૂકી દીધું છે કારણ કે તેણે બેંકને 56 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. ચૂકવેલ છે. આજે સવારે, 24 કલાકથી ઓછા સમયમાં, દેશને ખબર પડી કે બેંક ઓફ બરોડાએ 'ટેકનિકલ કારણોસર' હરાજીની સૂચના પાછી ખેંચી લીધી છે. આશ્ચર્ય છે કે કયા 'ટેકનિકલ કારણો' છે, જેના કારણે આ નિર્ણય બદલવામાં આવ્યો.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે