ગણતંત્ર દિવસે સની દેઓલે રિલીઝ કર્યું ગદર-2નું પોસ્ટર, બે દાયકા બાદ ફિલ્મની સિક્વલ થશે રિલીઝ


  • Published By :
  • Published Date : 2023-01-26 14:15:05

ઘણા વર્ષો પહેલા સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર રિલીઝ થઈ હતી. સની દેઓલની આ ફિલ્મે દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. ત્યારે ગદર-2ની ઘણા સમયથી દર્શકો રાહ જોઈ   રહ્યા હતા. ફિલ્મનું અનાઉન્સમેન્ટ બાદ દર્શકોના ઉત્સાહનો પાર નતો રહ્યો. ત્યારે ગણતંત્ર દિવસે ફિલ્મના મેકર્સ તરફથી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. 

20 years of 'Gadar': Anil Sharma walks down the memory lane on his  Partition-drama

સની દેઓલ અને અમિષા પટેલ ફરી દેખાશે મોટા પડદા પર 

સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મ ગદર ઘણા વર્ષો પહેલા આવી હતી. તેમની જોડી ફરી એક વખત મોટા પડદા પર જોવા મળવાની છે. ગદર-2 ફિલ્મની જાહેરાત થયા બાદ દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોતા હતા. આ બંનેની જોડીએ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી ત્યારે ફરી એક વખત આ જોડી ધૂમ મચાવા આવી રહી છે.


11 ઓગસ્ટ 2023ના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ

ગદર ફિલ્મ 2001માં રિલીઝ થઈ હતી. અભિનય અને એક્શનને કારણે દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. ત્યારે ગણતંત્ર દિવસે ગદર-2ની ફિલ્મનું પોસ્ટર મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પણ ભારત પાકિસ્તાનના એન્ગલને આગળ વધારવામા આવશે અને તેના પરિવારની સુરક્ષાની આસપાસ રહેશે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થવાની છે.        


સની દેઓલે શેર કર્યું ફિલ્મનું પોસ્ટર 

પોસ્ટર શેર કરતા સની દેઓલે લખ્યું કે હિંદુસ્તાન જીંદાબાદ છે, જીંદાબાદ હતું અને જીંદાબાદ રહેશે. બે દાયકા બાદ મોટા પડદા પર ફિલ્મની સિક્વલ આવી રહી છે. શૂટિંગ સમયના અનેક ફોટા વાયરલ થયા હતા જે બાદ ફિલ્મને જોવાની આતુરતા ફેન્સમાં વધી ગઈ છે. આ ફિલ્મમાં તારા સિંહની ભૂમિકા સની દેઓલ અને સકીનાની ભૂમિકા અમિષા પટેલ ભજવી રહ્યા છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે