સુપ્રીમ કોર્ટના પાંચ જજ એક સાથે કોરોના પોઝિટીવ, સજાતિય લગ્ન કેસની સુનાવણી ટળી


  • Published By :
  • Published Date : 2023-04-23 17:23:55

છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તપાસ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 12,193 નવા કેસ નોંધાયા છે. હવે જ્યારે, કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 67,556 પર પહોંચી ગઈ છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે હવે સુપ્રીમ કોર્ટના પાંચ જજોના કોવિડથી સંક્રમિત થવાનો મામલો પણ સામે આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોઝિટિવ આવેલા જજોમાંથી એક ન્યાયાધિશ સમલૈંગિક લગ્નના કેસની સુનાવણી માટે રચાયેલી બંધારણીય બેંચમાં સામેલ છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું કે CJI DY ચંદ્રચુડ પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ ન્યાયાધીશોના સંપર્કમાં છે.


આ 5 જજ કોરોનાની ઝપેટમાં આવ્યા


સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા હાલમાં કોરોના સંક્રમિત છે. જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ સમલૈંગિક લગ્ન કેસમાં બંધારણીય બેંચનો ભાગ છે. બીજી તરફ, જસ્ટિસ સૂર્યકાંત એક અઠવાડિયા પહેલા કોરોનાને હરાવીને સ્વસ્થ થઈ ગયા છે.


સોમવારે સમલૈંગિક લગ્ન મામલે કોઈ સુનાવણી નહીં થાય


બંધારણીય બેંચના જજ કોરોના સંક્રમિત હોવાને કારણે સુપ્રીમ કોર્ટ સોમવારે સમલૈંગિક લગ્નના કેસની સુનાવણી નહીં કરે. બંધારણીય બેંચના સહ ન્યાયાધીશ કોરોના સંક્રમિત હોવાને કારણે બેન્ચના અન્ય ન્યાયાધીશો પણ તેમના સ્વાસ્થ્યને લઈને સતર્ક થઈ ગયા છે.



જમાવટની ઈલેક્શન યાત્રા નવસારી પહોંચી હતી. ભાજપે સી.આર.પાટીલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નૈષેદ દેસાઈને ઉમેદવાર બનાવ્યા છે. નવસારીના યુવાનો ચૂંટણીને લઈ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

પીએમ મોદીએ ગુજરાતમાં અનેક જનસભાઓ કરી. જનસભા દરમિયાન ઉમેદવારો હાજર હતા પરંતુ પરષોત્તમ રૂપાલા હાજર ના હતા. સભામાંથી તે ગાયબ હતા. પીએમ મોદીએ રાજકોટનો ઉલ્લેખ કર્યો પરંતુ તેમણે પરષોત્તમ રૂપાલાને યાદ ના કર્યા.. !

પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.