પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડને ગેરકાયદે ગણાવી, તાત્કાલિક મુક્ત કરવાનો કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-05-11 20:15:29

પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડ ગેરકાયદેસર છે, આવી સ્થિતિમાં તેમને કસ્ટડીમાં ન રાખી શકાય. પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થતાં જ ઈમરાન ખાને તેમના સમર્થકોને શાંતિની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આપણે રમખાણો નહીં,ચૂંટણી જોઈએ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ધરપકડ કર્યા બાદ ઈમરાન ખાનના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો અને અનેક જગ્યાએ તોડફોડ અને આગજની કરી હતી. 


પાકિસ્તાની રેન્જર્સે કરી હતી ધરપકડ


ઈમરાન ખાન નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો દ્વારા દાખલ કરાયેલા અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટની સુનાવણી દરમિયાન હાજર થયા હતા. તે વખતે ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની રેન્જર્સે હાઈકોર્ટમાં તોડફોડ કરી ઈમરાન ખાનની ધરપકડ કરી હતી. પાકિસ્તાની રેન્જર્સ સાથે ઘર્ષણમાં ઈમરાન ખાનના સુરક્ષાકર્મીઓ અને વકીલોને પણ ઈજા થઈ હતી.


ઈમરાન ખાનને હાઈકોર્ટમાં હાજર રહેવાનો આદેશ 


સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનને આવતીકાલે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસે કહ્યું કે તમે વાતચીત શરૂ કરો. તેનાથી દેશમાં શાંતિ સ્થપાશે. ઈમરાન ખાને કોર્ટને કહ્યું કે તેમને ઘરે જવા દેવામાં આવે, પરંતુ કોર્ટે તેમને પોલીસ લાઈનમાં મોકલી આપ્યા છે. કોર્ટે કહ્યું કે તમારી સુરક્ષા માટે આવું ન કરી શકાય.


સુપ્રીમે એક કલાકમાં હાજર કરવાનો કર્યો હતો  


સુપ્રીમ કોર્ટે આજે ગુરૂવારે ઈસ્લામાબાદ પોલીસના આઈજી ડો. અકબર નાસિર ખાનને પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનને સાંજના 4.30 વાગ્યા સુધી રજુ કરાવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાને ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ઉઠાવી લેવામાં આવ્યા તેને ન્યાયિક સંસ્થાનું મોટું અપમાન ગણાવ્યું હતું. ઈમરાન ખાનની ધરપકડને પડકારનારી પીટીઆઈની અરજી અંગે સુનાવણી કરી રહેલા ત્રણ જજોની આ બેંચે આ ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો.





સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'