સુપ્રીમ કોર્ટે ગુગલને આપ્યો ઝટકો, 1338 કરોડના દંડના NCLATના આદેશ પર સ્ટે લગાવવાનો કર્યો ઈન્કાર


  • Published By :
  • Published Date : 2023-01-20 13:14:36

સુપ્રીમ કોર્ટે ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (CCI) પર રોક લગાવવાની ટેક કંપનીની અરજી પર સુનાવણી કરતા ગુગલના વકીલને કહ્યું કે પ્રભુત્વના કેસમાં તેની પાસે કોઈ પ્રકારનો અધિકાર છે. આ અંગે વિચારણા કરે. પ્રતિસ્પર્ધા આયોગે તેના પર 1,337 કરોડ રૂપિયાનો દંડ લગાવવાનો આદેશ આપ્યો છે. મુખ્ય ન્યાયાધિશ ડી. વાય. ચંદ્રચૂડે ગુગલનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ એ.એમ. સિંઘવીને કહ્યું ડો. સિંઘવી તમે અમને ડેટાના સંદર્ભમાં જે પણ કાંઈ કહ્યું છે તે વાસ્તવમાં તમારા તર્કની વિરૂધ્ધ છે. પ્રભુત્વ ડેટાના સંદર્ભમાં તમે કોઈ પણ પ્રકારના પ્રાધિકારને જુઓ છો. આ 15,000 એન્ડ્રોઈડ મોડલ, 500 મિલિયન સંગત ડિવાઈસ, 1500 ઓઈએમને ઈંગિત કરે છે. જ્યારે તમારી પાસે તે પ્રકારનું બજાર હોય છે તો તમે ભાર દઈને કહો છો કે મારી પાસે મારો ગુલદસ્તો છે, તમે સીધા જ પ્રભાવિત કરી રહ્યા છો. ચીફ જસ્ટીસે કહ્યું  કે ઓઈએમ જે કરે છે, તેની છેલ્લા ગ્રાહક પર અસર પડે છે.   


સિંઘવીએ શું દલીલ કરી?


સિંઘવીએ કહ્યું હું આ પ્રકારના તંત્રમાં અન્ય ખેલાડીઓમાંથી એક છું, અને ગુગલ પ્લે સ્ટોર તેની ઉત્કૃષ્ટતાના કારણે પસંદ કરે છે. નહીં કે તેનું પ્રભુત્વ છે તેથી. તેમણે પ્રશ્ન કર્યો કે જો એન્ડ્રોઈડ ન હોત તો શું ટેલિફોનીમાં આ ક્રાંતિ થઈ હોત? સિંઘવીએ દલીલ કરી કે આ ફ્રી છે, અનન્ય નથી, અને તમે કરી પણ શું શકો?


NCLATમાં ઝટકા બાદ ગુગલ સુપ્રીમમાં 


સુપ્રીમ  કોર્ટે 11 જાન્યુઆરીએ નેશનલ કંપની લો એપીલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના એક ચુકાદા વિરૂધ્ધ ગુગલની એક અપીલની તપાસ કરવા પર સહેમતી વ્યક્ત કરી હતી. જેમાં પ્રતિસ્પર્ધા આયોગ દ્વારા લગાવવામાં આવેલા 1,337.76  કરોડ રૂપિયાના દંડ પર રોક લગાવવાથી ઈન્કાર કરી દીધો હતો. NCLATમાં ઝટકા બાદ ગુગલે દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે