સુપ્રીમ કોર્ટે 'ધ કેરાલા સ્ટોરી'ની રિલીઝ પર સ્ટે આપવાનો કર્યો ઈન્કાર, કહીં આ મોટી આ વાત


  • Published By :
  • Published Date : 2023-05-02 14:43:52

હિન્દી ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનું રૂવાડા ઉભા કરી દે તેવું ટ્રેલર રિલીઝ થયા બાદ આ ફિલ્મને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. આ ફિલ્મમાં કેરળની 32,000 છોકરીઓની કહાની બતાવવામાં આવી છે, જે લવ જેહાદના ચુંગાલમાં ફસાઈને ઈસ્લામ ધર્મ અપનાવી લે છે. આ ફિલ્મના નિર્દેશક સુદીપ્તો સેન છે. જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી તેના પર વિવાદ ચાલી રહ્યો છે. કેરળના શાસક પક્ષો લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ-કોંગ્રેસે આ ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.


ફિલ્મની રિલીઝને પડકારવી તે યોગ્ય ઉપાય નથી: SC


ફિલ્મ ધ કેરળ સ્ટોરી પર પ્રતિબંધ મૂકવાની અરજીનો સુપ્રીમ કોર્ટ સમક્ષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ નફરતને પ્રોત્સાહન આપે છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નાની ડિવિઝન બેન્ચે કહ્યું કે ફિલ્મની રિલીઝને પડકારવો એ યોગ્ય ઉપાય નથી. ધ કેરળ સ્ટોરીનો વિવાદ સતત વધી રહ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ 'ધ કેરળ સ્ટોરી' સામે વાંધો ઉઠાવ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે