'ધ કેરાલા સ્ટોરી'નો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, પ્રતિબંધની માગ કરતી અરજી પર 15 મેના રોજ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2023-05-09 15:12:59

સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત અને અદા શર્મા અભિનીત ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' હાલમાં સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. ફિલ્મને કારણે દેશ ફરી એકવાર બે ભાગમાં વહેંચાઈ ગયો છે. કેટલાક લોકો તેનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક તેનો સખત વિરોધ કરી રહ્યા છે. દરમિયાન, ફિલ્મ  'ધ કેરાલા સ્ટોરી'ને લઈને ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. કેરળ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝને રોકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ આ મામલાની સુનાવણી આગામી 15મી મેના રોજ કરશે.


કેરળ હાઈકોર્ટે ફગાવી છે અરજી


સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી માટે સંમત થઈ ગઈ છે. દેશની સર્વોચ્ચ અદાલત આ કેસની સુનાવણી આગામી 15 મેના રોજ કરશે. 5 મેના રોજ કેરળ હાઈકોર્ટે ફિલ્મ The Kerala Story ની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ફિલ્મના ટ્રેલરમાં કોઈ ચોક્કસ સમુદાય વિરુદ્ધ કંઈ પણ વાંધાજનક નથી. કોર્ટે આદેશ આપતા પહેલા ફિલ્મનું ટ્રેલર જોયું હતું. ચુકાદો આપતી વખતે કોર્ટે કહ્યું હતું કે આ ફિલ્મમાં ઈસ્લામ અને મુસ્લિમો વિરુદ્ધ કંઈ આપત્તિજનક નથી.


સુપ્રીમ કોર્ટમાં શું થયું


સિનિયર વકીલ કપિલ સિબ્બલે મંગળવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચ સમક્ષ આ મામલાની તાકીદે સુનાવણીની અપીલ કરી હતી. જ્યારે ન્યાયાધીશોની બેન્ચે પૂછ્યું કે શું હાઈકોર્ટે આ મામલે કોઈ આદેશ આપ્યો છે, ત્યારે સિબ્બલે કહ્યું કે તેઓએ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. આ પછી તરત જ આદેશ આપવામાં આવ્યો કે કેસની સુનાવણી 15મી મેના રોજ થશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે