સુરત - આઈસ્ક્રીમ ખાધા બાદ બગડી બાળકોની તબિયત, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા Food poisoningને કારણે મોત નિપજ્યું હોવાનું અનુમાન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-30 12:40:39

ફૂડ પોઈઝનિંગને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે... ત્યારે સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું... એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે બાળકોના મોત ફૂડ પોઈઝનિંગને કારણે થયા છે.... બાળકોના અચાનક મોત થતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે... પરિવારમાં આક્રંદ છવાયો છે... બાળકોનું મોત કયા કારણોસર થયું તે માટે તપાસ કરવામાં આવી રહી છે.... મળતી માહિતી અનુસાર આ માહિતી મળતા સુરતના મેયર પણ ત્યાં દોડી આવ્યા છે.. 


તબિયત ખરાબ થતા ખસેડાયા હોસ્પિટલ 

ત્રણ બાળકોના શંકાસ્પદ મોત સુરતના પાલી ગામમાં થયા છે. આ અંગે મળતી માહિતી અનુસાર આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકોએ મંદિર પાસે તાપણું કર્યું હતું. અચાનક બાળકોની તબિયત બગડી, ઉલટી થઈ.. તબિયત ખરાબ થતા તેમને નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ ખસેડાયા હતા.  ચાર બાળકોની તબિયત ખરાબ થઈ હતી જેમાંથી ત્રણ બાળકોના મોત નિપજ્યા છે જ્યારે અન્યની તબિયત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે.... મહત્વનું છે કે બાળકોના મોત શેના કારણે નિપજ્યાં તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે... 



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....