સ્વરા ભાસ્કરે પ્રભુતામાં પગલા પાડ્યાં, જાણો કોણ છે તેનો જીવનસાથી?


  • Published By :
  • Published Date : 2023-02-16 19:30:54

બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર લગ્નના બંધનથી બંધાઈ ગઈ છે. તેણે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ ઝિરાર અહમદ સાથે લગ્ન કર્યા છે. સ્વરાએ તેના ઓફિસિયલ ઈંસ્ટાગ્રામ પર આ ગુડ ન્યુઝ આપતાના તેના ચાહકોને પણ સુખદ આંચકો લાગ્યો છે. સ્વારાએ એક વિડીયો શેર કરીને તેની લવ લાઈફ અને કોર્ટ મેરેજની તારીખ અંગે પણ જાણકારી આપી છે.


સ્વરાએ પતિ ફહાદ સાથે વીડિયો શેર કર્યો 


સ્વરા ભાસ્કરે પતિ ફહાદ ઝિરાર અહેમદ સાથેનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે તેમની સભા અને પતિની રાજકીય રેલીઓની ઝલક પણ દેખાડી હતી. આ વીડિયોમાં સ્વરા ભાસ્કરે જણાવ્યું કે કેવી રીતે તેમની પહેલી મુલાકાત થઈ હતી. તેમણે પ્રથમ સેલ્ફી કેવી રીતે લીધી? આ સાથે તેની અને ફહાદની વોટ્સએપ ચેટ પણ બતાવવામાં આવી હતી. આ ચેટ માર્ચ 2020ની છે, જ્યાં ફહાદે તેને તેની બહેનના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. તેના પર સ્વરાએ કહ્યું હતું કે હું શૂટિંગમાં વ્યસ્ત છું. આવી શકાશે નહિ દોસ્ત. હું કસમ ખાઉં છું, હું તમારા લગ્નમાં ચોક્કસ આવીશ. 


જાન્યુઆરીમાં કોર્ટ મેરેજ માટે અરજી કરી


સ્વરા ભાસ્કરે 6 જાન્યુઆરી 2023ના રોજ કોર્ટ મેરેજ માટે અરજી કરી હતી. તેણે શેર કરેલા વીડિયોમાં બંને કોર્ટમાં લગ્નના કાગળો પર સહી કરતા પણ જોવા મળે છે. એક ફોટોમાં તે તેના માતા-પિતાને ગળે લગાવીને રડતી પણ જોવા મળી રહી છે.


કોણ છે સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહેમદ?


સ્વરાના પતિ ફહાદ અહેમદ વિદ્યાર્થી નેતા અને સામાજિક કાર્યકર છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાયોમાં લખ્યું છે કે તે સમાજવાદી પાર્ટીની યુવા સભાના પ્રદેશ અધ્યક્ષ છે. તેણે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ સ્ટુડન્ટ યુનિયનના જનરલ સેક્રેટરી તરીકે પણ સેવા આપી છે. ફહાદ ગયા વર્ષે જુલાઈમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયો હતો. તે યુપીથી આવે છે. તેનો જન્મ 2 ફેબ્રુઆરી 1992ના રોજ બહેરીમાં થયો હતો. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી સામાજિક કાર્યકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.