ફૂડ ડિલિવરી કંપની સ્વિગી કરશે 380 લોકોની છટણી, કંપનીના CEOએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-01-20 20:09:50

દેશમાં એક બાદ એક અનેક સ્ટાર્ટ અપ કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. ભારતમાં જ નહીં દુનિયાની મોટી ટેક કંપની પણ સતત સ્ટાફની હકાલપટ્ટી કરી રહી છે.  ShareChatમાં છટણીના સમાચાર સામે આવ્યા બાદ હવે Swiggy પણ તેમાં શામેલ થઈ ગઈ છે.  


કંપનીના CEOએ છટણીની કરી જાહેરાત


ઘરે-ઘરે ફુડ ડિલિવરી અને જરૂરી સામાનની ડિલિવરી કરતી કંપની સ્વિગી હવે 380 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. કંપનીના સીઈઓ શ્રીહર્ષ મજેતીએ કર્મચારીઓને મોકલેલા એક ઈન્ટરનલ ઈ-મેલમાં આ અંગે માહિતી આપવામાં આવી છે. જેમાં તેમણે લખ્યું છે કે બિઝનેશને પુનર્ગઠિત કરવાની પ્રોસેસ માટે આપણે સાઈઝ ઘટાડવી પડશે. આ એક મુશ્કેલ નિર્ણય છે, આ સમગ્ર પ્રોસેસમાં કંપનીએ તેના 380 ટેલેન્ટને વિદાય આપવી પડશે, અને કંપની તે માટે મજબુર છે. 


સતત થઈ રહી છે છટણી


છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં લોકોને નોકરીમાં કાઢી મુકવામાં આવે છે. જેમ કે તાજેતરમાં જ શેઅર ચેટએ બે વાર છટણી કરી 700 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. તે જ પ્રકારે  Amazonએ 1000થી વધુ લોકોને નોકરીમાંથી હકાલપટ્ટી કરી છે. માઈક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીએ પણ 11 હજાર કર્મચારીઓની વિદાય આપવા જઈ રહી છે.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.