દેશમાં T+1 સેટલમેન્ટ સિસ્ટમનો પ્રારંભ, જાણો તે શું છે અને ઈક્વિટી ટ્રેડરને શું લાભ થશે?


  • Published By :
  • Published Date : 2023-01-28 21:56:40

માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ T+1 (ટ્રેડ+1 દિવસ) સેટલમેન્ટ સાઇકલ રજૂ કરી છે. આ અંતર્ગત હવે શેરમાં ટ્રેડિંગ એક દિવસમાં સેટલ થઈ જશે. સેબીનો આ નવો નિયમ 27 જાન્યુઆરી 2023થી અમલમાં આવ્યો છે. અગાઉ તેનો અમલ જાન્યુઆરી 2022 થી થવાનો હતો પરંતુ વિવિધ કારણોસર તેને લંબાવવામાં આવ્યો હતો.


નવી સેટલમેન્ટ સાયકલથી શું લાભ?


સ્ટોક માર્કેટ રેગ્યુલેટરી બોડી SEBI અનુસાર, નવા વર્ષથી કોઈપણ સ્ટોક એક્સચેન્જ તમામ શેરધારકો માટે કોઈ પણ શેર માટે T+1 સેટલમેન્ટ સાયકલ પસંદ કરી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો તમને શેર વેચ્યાના બીજા જ દિવસે પૈસા મળશે. આનાથી રોકાણકારો માટે મૂડીની કાર્યક્ષમતા વધશે તેમજ સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે જોખમ ઘટાડવામાં પણ તે મદદરૂપ થશે. T+1નો અર્થ છે કે માર્કેટ ટ્રેડને સંબંધિત સેટલમેન્ટ માત્ર એક જ દિવસમાં ક્લિયર કરવાનું રહેશે. એટલે કે હવે ટ્રેડિંગના પછીના જ દિવસે શેર્સ અથવા રકમ એકાઉન્ટમાં ક્રેડિટ થઇ જશે.


T+1 સેટલમેન્ટનો અમલ કરનારો પહેલો દેશ 


અગાઉ T+2 સેટલમેન્ટને કારણે ટ્રેડિંગના બીજા દિવસે પેમેન્ટનું સેટલમેન્ટ થતું હતું. 27 જાન્યુઆરીથી ઇક્વિટી સેગમેન્ટમાં સિક્યોરિટીમાં થયેલા દરેક ટ્રેડને T+1ના આધારે આગામી દિવસે સેટલમેન્ટ કરવામાં આવશે. સેટલમેન્ટ સાયકલને ટૂંકી કરવાનો સમયગાળો 7 સપ્ટેમ્બર, 2021થી શરૂ થાય છે જ્યારે માર્કેટ નિયામક સેબીએ 1 જાન્યુઆરી, 2022થી T+1 સેટલમેન્ટ સાયકલને રજૂ કરવા માટેની મંજૂરી આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ભારત T+1 સેટલમેન્ટ લાગૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ છે. 


રોડમેપનો તબક્કાવાર અમલ


સેબીના નિર્દેશ બાદ દરેક માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ જેમ કે સ્ટોક એક્સચેન્જ, ક્લિયરિંગ કોર્પોરેશન તેમજ ડિપોઝિટરીએ T+1 સેટલમેન્ટ સાયકલના અમલીકરણ માટે સંયુક્તપણે એક રોડમેપ તૈયાર કર્યો હતો. આ રોડમેપને તબક્કાવાર તૈયાર કરવામાં આવ્યો હતો.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે