રાજકોટ ખાતે રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે T-20I મેચ


  • Published By :
  • Published Date : 2023-01-07 09:23:40

રાજકોટ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલતી ત્રણ ટી-20 શ્રેણીની અંતિમ મેચ રમાવા જઈ રહી છે. આ મેચનું આયોજન રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચમાં એક વખત ભારતે વિજય મેળવ્યો છે જ્યારે એક વખત શ્રીલંકાની જીત થઈ છે. 1-1ની બરાબરી હોવાને કારણે આ મેચ નિર્ણાયક રહેવાની છે. દરેક ટીમ આ મેચને જીતવા તમામ પ્રયાસો કરી રહી છે.


સાંજે 7 વાગ્યે શરૂ થશે મેચ 

જો મેચની વાત કરીએ તો આ શ્રેણીની પ્રથમ મેચ મુંબઈમાં રમાઈ હતી જેમાં ભારતનો વિજય થયો હતો. માત્ર 2 રનથી ભારતનો વિજય થયો હતો. બીજી મેચ પૂણે ખાતે રમાઈ હતી જેમાં શ્રીલંકાએ જીત હાંસલ કરી હતી. 16 રનથી શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું. 1-1ની બરાબરી હોવાને કારણે  આ મેચ રસપ્રદ બની રહેશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. 


બેટ્સમેનની પીચ માનવામાં આવે છે

જો રાજકોટના પીચની વાત કરીએ તો આ સ્ટેડિયમની પીચ સપાટ છે અને આ પીચ બેટ્સમેનની પીચ માનવામાં આવે છે. આ પીચ બેટિંગ કરતી ટીમને મદદરૂપ થઈ થાય છે. રાજકોટ ખાતે પ્રથમ બેટિંગ કરનાર ટીમ 2 વખત જીતી છે. એટલે એવું મનાઈ રહ્યું છે કે જે પણ ટોસ જીતશે તે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરી શક છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે