આજથી IND vs WI વચ્ચે શરુ થશે T20 સીરીઝ, આ ખેલાડીઓ કરી શકે છે ડેબ્યૂ, જાણો સંભવિત પ્લેઈંગ ઈલેવન


  • Published By :
  • Published Date : 2023-08-03 14:03:56

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ગયેલી ભારતીય ટીમની નજર ટેસ્ટ શ્રેણી અને વન-ડે શ્રેણી જીત્યાં બાદ આજથી શરુ થતી ટી20 શ્રેણી પર રહેશે. આજથી વેસ્ટ ઈન્ડિઝના ત્રિનિદાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચની ટી20 શ્રેણીની શરુઆત થવા જઈ રહી છે, જેનું નેતૃત્વ હાર્દિક પંડ્યા કરી રહ્યાં છે. જ્યારે વાઈસ કેપ્ટન તરીકે સૂર્ય કુમાર યાદવની નિયુક્તી કરવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે કોહલી,રોહિત અને રાહુલ જેવા સિનિયર ખેલાડીઓને ટી20 શ્રેણી માટેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, તેથી તે ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. 

ભારતીય ટીમ આજે અનોખો રેકોર્ડ સ્થાપશે, આ ખેલાડીઓ કરી શકે છે ડેબ્યૂ


વેસ્ટ ઈન્ડિઝ સામે આજે ટી20 શ્રેણી રમવા ઉતરનાર ભારતીય ટીમ આજે એક અનોખો વિશ્વ રેકોર્ડ સ્થાપવા જઈ રહી છે, ભારત આજે તેની 200મી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમશે, અને આવું કરનાર ભારત વિશ્વનો બીજો દેશ બનશે. આ પહેલાં પાકિસ્તાને પોતાની 200મી આંતરરાષ્ટ્રીય મેચ પૂર્ણ કરી છે, પાકિસ્તાનની ટીમ અત્યાર સુધી કુલ 223 આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી છે. 


આજથી શરુ થતી ટી20 શ્રેણીમાં ભારત તરફથી 2 ખેલાડીઓ ડેબ્યૂ કરી શકે છે. આ બંને ખેલાડીઓ IPLના સ્ટાર ખેલાડીઓ છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સના ધમાકેદાર બેટર તિલક વર્મા આજે પોતાનું ટી20 ડેબ્યૂ કરી શકે છે, જ્યારે બીજી તરફ રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલ પણ સંભવત રીતે પોતાનું ડેબ્યૂ કરી શકે છે. 


જાણો વેસ્ટ ઈન્ડિઝમાં ક્યાં રમાશે આ ટી20 શ્રેણી


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ થતી આ ટી20 શ્રેણીની પહેલી મેચ આજે એટલે કે 3 ઓગસ્ટના રોજ ત્રિનિદાદમાં રમાશે, જ્યારે બીજી મેચ 6 ઓગસ્ટના રોજ ગુયાનામાં અને ત્રીજી મેચ પણ 8 ઓગસ્ટના રોજ ગુયાના ખાતે જ રમાવાની છે, ઉપરાંત ચોથી મેચ 12 ઓગસ્ટના રોજ ફ્લોરિડામાં અને છેલ્લી તેમજ પાંચમી મેચ પણ 13 ઓગસ્ટના રોજ ફ્લોરિડામાં જ રમાશે. જે માટેની સંભવિત ટીમ કંઈક આ પ્રમાણે છે.


વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 શ્રેણીની સંભવિત ભારતીય ટીમ 


ભારત : ઈશાન કિશન, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન), સંજુ સેમસન (વિકેટે કિપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ , રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, અવેશ ખાન અને મુકેશ કુમાર.


વેસ્ટ ઈન્ડિઝ : રોવમેન પોવેલ (કેપ્ટન), કાયલ મેયર્સ (વાઈસ-કેપ્ટન), જ્હોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, ઓબેડ મેકકોય, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ, ઓડિયન સ્મિથ અને ઓશેન થોમસ



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .