T20 વર્લ્ડ કપ 2022: એડિલેડમાં વિરાટ કોહલીના ચાહકોએ પ્રિ-બર્થ ડે સેલિબ્રેશન કર્યું


  • Published By :
  • Published Date : 2022-11-04 14:15:54

ICC T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાએ તેની આગામી મેચ 6 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં ઝિમ્બાબ્વે સામે રમવાની છે. 2 નવેમ્બરે ટીમ ઈન્ડિયાએ એડિલેડમાં તેની ચોથી લીગ મેચ રમી હતી. 3 નવેમ્બરે ટીમ ઈન્ડિયા એડિલેડથી મેલબોર્ન જવા રવાના થઈ હતી. આ દરમિયાન એડિલેડમાં વિરાટ કોહલીનું પ્રી-બર્થ ડે સેલિબ્રેશન જોવા મળ્યું હતું. વિરાટ કોહલીનો જન્મદિવસ 5 નવેમ્બરે છે અને તે પછી તે મેલબોર્નમાં હશે. એડિલેડ સાથે વિરાટ કોહલીનું ખાસ કનેક્શન છે. આ મેદાન પર વિરાટ કોહલીના બેટથી ત્રણેય ફોર્મેટમાં ઘણા રન થયા છે. વિરાટે બાંગ્લાદેશ સામે પણ અણનમ 64 રન બનાવ્યા હતા અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

T20 World Cup 2022: [WATCH] Fans in Adelaide wish Virat Kohli happy birthday  in advance as Team India head to Melbourne for last Super 12 match

વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ થયો હતો.

Virat-Kohli-hd-photos | Latest Sports Updates, Cricket News, Cricket World  Cup, Football, Hockey & IPL

ટીમ ઈન્ડિયા જ્યારે એડિલેડથી મેલબોર્ન જઈ રહી હતી ત્યારે ફેન્સ હેપ્પી બર્થ ડે વિરાટનું પોસ્ટર લઈને જતા જોવા મળ્યા હતા અને તેને તેના જન્મદિવસની અગાઉથી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. હોટલ અને એરપોર્ટની બહાર ફેન્સે વિરાટ કોહલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વિરાટે પણ હાથ ઉંચો કરીને ચાહકોની જન્મદિવસની શુભેચ્છાઓ સ્વીકારી હતી.

ANI on Twitter: "Team India fans celebrate India's win against Bangladesh  in ICC Men's T20 World Cup match at Australia's Adelaide  https://t.co/TpTTSq1USm" / Twitter

ICC T20 વર્લ્ડ કપ 2022માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વિરાટના બેટમાંથી પ્રથમ ચાર મેચમાં ત્રણ ફિફ્ટી આવી છે. વિરાટ આ મેગા ઈવેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે. તેને પ્રથમ ચારમાંથી બે મેચમાં પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.