તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન અમેરિકા પહોંચતા ચીન લાલઘુમ, અમેરિકાને આપી આ ગંભીર ચેતવણી


  • Published By :
  • Published Date : 2023-03-30 17:06:51

ચીનના સખત વિરોધ છતાં તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ-વેન અમેરિકા પહોંચ્યા છે. તેઓ બુધવારે ન્યૂયોર્ક પહોંચતા મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા એકઠા થયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ લોસ એન્જલસમાં અમેરિકાની કોંગ્રેસના સ્પિકર કેવિન મેક્કાર્થી સાથે મુલાકાત કરી શકે છે.


ચીને ત્સાઈની યાત્રાનો કર્યો વિરોધ 


તાઈવાન પર પોતાનો દાવો કરનારા ચીને આ મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો છે. ચીને આ મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો છે, તેણે ચેતવણી આપી છે કે જો આ મુલાકાત થશે તો ગંભીર ઘર્ષણ થઈ શકે છે. ચીનના રાજદુતે વોંશિંગ્ટનમાં અમેરિકા પર આરોપ લગાવ્યો કે તે ત્સાઈને પોતાના દેશમાં આવવાની મંજુરી આપીને તાઈવાનની સ્વતંત્રતાની વકીલાત કરી રહ્યું છે. ચીનના અમેરિકા સ્થિત પ્રભારી જૂ જ્યૂયુઆને કહ્યું કે ' તાઈવાનના નેતા અમેરિકા આવે  કે અમેરિકાના નેતા ચીન જાય તે બાબત ચીન-અમેરિકા વચ્ચેના સંબંધોમાં ગંભીર,ગંભીર ઘર્ષણનું કારણ બની શકે છે. 


ચીનની અમેરિકાને ગંભીર ચેતવણી


જૂ જ્યૂયુઆને અમેરિકાને ચેતવણી આપતા  કહ્યું કે ત્સાઈની યાત્રાને મંજુરી આપીને વોશિંગ્ટને ચીનની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડિતતા પર સવાલ ઉઠાવ્યો છે. જૂ એ કહ્યું કે અમે અમેરિકાને આગ્રહ કરીએ છીએ કે તે તાઈવાન મુદ્દે આગ સાથે રમત રમવાનું બંધ કરે. અત્રે ઉલ્લેખનિય છે કે ચીન તાઈવાનને પોતાનો ભાગ માને છે, જ્યારે તાઈવાન ખુદને  એક સ્વાયત્ત રાષ્ટ્ર માને છે. આ પહેલા પણ જ્યારે પૂર્વ હાઉસ સ્પિકર નેન્સી પેલોસીએ તાઈવાનનો પ્રવાસ કર્યો તે વખતે પણ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં તંગદીલી જોવા મળી હતી.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે