પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સર્જાઈ તંગદીલી, ફાયરિંગ બાદ તોરખમ બોર્ડર કરાઈ સીલ


  • Published By :
  • Published Date : 2023-09-06 18:30:12

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તંગદીલી સર્જાતા તોરખમ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. બંને દંશો વચ્ચે થઈ રહેલા ફાયરિંગ બાદ તોરખમ બોર્ડર ટર્મિનલ પરિવહન માટે બંધ કરી દેવામાં આવી છે. સ્થિતિ વણસતા પાકિસ્તાની સેના બોર્ડર પર પહોંચી ગઈ છે. પાક આર્મી પરિસ્થિતીને યથાવત રાખવાના પ્રયાસ કરી રહી છે. તે ઉપરાંત બંને દેશના અધિકારીઓ શાંતિ જાળવવાના પ્રયાસો કરી રહ્યા છે. તોરખમ બોર્ડરના મુદ્દે  બંને દેશો આમને-સામને આવી ગયા છે.  


શા માટે સર્જાઈ તંગદીલી?


તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના પ્રવક્તા અને એક મુખ્ય કમાન્ડરે દાવો કર્યો છે કે તેના લડવૈયાઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ચિત્રાલ જિલ્લામાં મોટી સંખ્યામાં પ્રવેશ્યા છે. આ વિસ્તાર અફઘાનિસ્તાનના કુનાર, નુરિસ્તાન અને બદખ્શાન પ્રાંતને અડીને આવેલો છે. TTP કમાન્ડરે દાવો કર્યો, 'TTPએ ચિત્રાલ જિલ્લામાં ઓપરેશન શરૂ કર્યું છે અને અમે ઘણા ગામોને કબજે કર્યા છે. આ ઝુંબેશ આજે સવારે 4 વાગ્યે શરૂ થઈ હતી. તાલિબાન સૈનિકો ટીટીપી લડવૈયાઓને અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની સરહદ પાર કરવામાં મદદ કરી રહ્યા છે. જેના કારણે બંને દેશોને વિભાજિત કરતી ડ્યુરાન્ડ લાઇન પર ભારે ગોળીબાર થઈ રહ્યો છે.  


તાલિબાનોએ પાકિસ્તાનને આપી ચિમકી 


પાકિસ્તાન દ્વારા તાલિબાન પર કરવામાં આવેલા હુમલા અંગે અફઘાન સરકારે પાકિસ્તાની રાજદૂતને બોલાવીને કડક સૂચના આપી હતી કે જો આગામી સમયમાં આવી કોઈ ઘટના બનશે તો તે પાકિસ્તાન માટે સારું નહીં હોય. તાલિબાનની આ ધમકી પર પાકિસ્તાનના વિદેશ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સેનાને કાર્યવાહી કરવાથી રોકી દેવામાં આવી છે કારણ કે આ કાર્યવાહીથી બંને દેશોના સંબંધો બગડશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે