તમિલ નેતાએ પ્રભાકરનને લઈ કર્યો મોટો દાવો, કહ્યું જલદી જ સામે આવશે પ્રભાકરન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-13 18:20:24

તમિલનાડુના પૂર્વ કોંગ્રેસના નેતા અને વર્લ્ડ કોન્ફડરેશન ઓફ તમિળના અધ્યક્ષ પાઝા નેદુમારે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે LTTE વેલુપિલ્લઈ પ્રભાકરન જીવિત છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે તેઓ જીવિત છે. અમને વિશ્વાસ છે કે તેમના મૃત્યુની ચર્ચાઓને વિરામ મળશે. તેઓ જલ્દી જ દુનિયા સામે આવશે. 


શ્રીલંકાઈ સેનાએ પ્રભાકરણ માર્યાની કરી હતી જાહેરાત 

પી નેદુમારને તંજાવુરમાં નિવેદન આપ્યું છે કે પ્રભાકરણ જીવે છે... આ નિવેદન સાથે જ જાણે હોબાળો મચી ગયો... 13 વર્ષ પહેલા શ્રીલંકાઈ સેનાએ સૈન્ય અભિયાન ચલાવ્યું.. જેમાં પ્રભાકરણને માર્યાની જાહેરાત કરાઈ હતી.. 

18 મે 2009એ LTTE ચીફ પ્રભાકરનના મૃત્યુ સાથે જ શ્રીલંકા સરકારે LTTEને ખતમ કરવાની ઘોષણા કરી હતી

કોણ છે પ્રભાકરણ?

પ્રભાકરણ એ સંગઠનના નેતા છે જેણે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા કરી હતી. 1954માં શ્રીલંકામાં તેમનો જન્મ થયો.. 1972માં જ્યારે શ્રીલંકામાં તમીલ લોકો પોતાની જમીનની માગ કરી રહ્યા હતા ત્યારે તેણે તમિલ ન્યૂ ટાઈગરની શરૂઆત કરાવી.. પછી નામ બદલીને લિબરેશન ટાઈગર્સ ઓફ તમીલ ઈલમ રાખ્યું... શોર્ટમાં લિટ્ટે.. લિટ્ટેનું મિશન હતું શ્રીલંકામાં તમિલ રાજ્યની સ્થાપના થાય. તેના મેઈન નેતા તરીકે પ્રભાકરણ... 


જેને લડવાનું પહેલાથી જ ગમતુ.. તે છાપામાર પણ હતો.. આ બધાની સાથે તે મોટો અપરાધી પણ હતો... દુનિયાએ તેના મોટા અપરાધને ત્યારે જોયો જ્યારે તેણે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને બોમ્બથી ઉડાવ્યા... શ્રીલંકામાં લિટ્ટેનો જે આતંક ચાલતો હતો તેની સામે રાજીવ ગાંધીએ શાંતિ સેના મોકલી હતી જેના કારણે લિટ્ટે રાજીવ ગાંધીથી  નારાજ હતા.. પછી તેમણે રાજીવગાંધીની હત્યાનો પ્લાન બનાવ્યો... રાજીવ ગાંધી સિવાય, સિંહલી નેતા રાષ્ટ્રપતિ પ્રેમદાસ,, વિદેશ મંત્રી લક્ષ્મણ સહિતના અનેક નેતાની હત્યાનો જવાબદાર છે... તેણે તો પોતાના છોકરાઓને પણ મરાવી નાખ્યા હતા..


તમીલ લેન્ડ માટેની તેમની માગમાં ત્યારે 70 હજાર જેટલા નેતા તેમના આતંકની ભેટ ચઢ્યા... શ્રીલંકાના કહ્યા મુજબ 2009માં તેણે પ્રભાકરણને મારી નાખ્યો હતો... જો કે બીજી કહાની એ પણ છે કે તેણે 300 સૈનિકો સાથે પોતાની જાતને ગોળી મારી ભેજુ ઉડાવી દીધુ હતું.. તેમના મોત બાદ શ્રીલંકાના જાફનાને આતંકથી મુક્તિ મળી હતી...  જો કે હવે નેદુમારને જાહેરાત કરી છે તો બધા ચર્ચા કરી રહ્યા છે... તેમણે જણાવ્યું કે... 


અમારા તમિલ નેતા પ્રભાકરન વિશે સત્ય જાહેર કરતાં આનંદ થાય છે કે તે ઠીક છે. દુનિયાભરના તમિલ લોકોને જાહેરાત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે. મને આશા છે કે આ સમાચાર તેમના વિશે અત્યાર સુધી તેના વિશે ફેલાવાતી અટકળોનો અંત લાવશે. પ્રભાકરન ટૂંક સમયમાં તમિલ જાતિની મુક્તિ માટે એક યોજનાની જાહેરાત કરવા જઈ રહ્યા છે. વિશ્વના તમામ તમિલ લોકોએ તેને એકસાથે ટેકો આપવો જોઈએ: પાઝા નેદુમારન, વર્લ્ડ તમિલ ફેડરેશનના પ્રમુખ નેદુમારન વર્લ્ડ તમિલ ફેડરેશનના પ્રમુખ છે... 




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે